Birsa munda cricket tournament

Birsa Munda Cricket Tournament: રાણીઉંબરી ગામે બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામોન્ટનું જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્દઘાટન

Birsa Munda Cricket Tournament: દાંતા તાલુકાના રાણીઉંબરી ગામે બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામોન્ટનું જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 06 મે:
Birsa Munda Cricket Tournament: દાંતા તાલુકાના અંતરિયાળ ગામોના આદિવાસી સમાજના યુવાનો રમત ગમત ક્ષેત્રે આગળ વધે તેવા શુભ આશયથી શબરી સેના સાંઢોસી ઝોન દ્વારા બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ જેનું આજરોજ દબદભાભેર ભવ્ય ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, શબરી ફાઉન્ડેશનના પ્રમુખ ડો હેમરાજ રાણા, દાંતા મામલતદાર અનીલભાઈ સોલંકી, તાલુકા આદિજાતી મોર્ચા પ્રમુખ મનુભાઈ કોદરવી, તાલુકા મહિલા મોર્ચા પ્રમુખ અન્નપુર્ણાબેન ડાભી, આજુબાજુના સરપંચો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Birsa Munda Cricket Tournament

આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા મહેમાનોનું સ્વાગત આદિવાસી પાઘડી, તીર કામઠાં અને આદિવાસી સ્વાગત ગીત થી કરવામાં આવેલ. પ્રવચનમાં કલેક્ટર આનંદ પટેલએ સૌ યુવાનોને પ્રોત્સાહિત કરતા ખેલદિલીની ભાવના થી રમવાની સલાહ આપી હતી. વધુમાં તેમણે આદિવાસી સંસ્કૃતિનું મહત્વ સમજાવી આઝાદીની લડાઈમાં મહત્વનું યોગદાન આપનાર આદિવાસી વીર યોદ્ધાઓને પણ યાદ કર્યા હતા.

ડો હેમરાજ રાણાએ આદિવાસી સમાજના યુવાનો દરેક ક્ષેત્રમાં આગળ તે માટે સૌ સાથે મળી પ્રયાસ કરવાની વાત કરી હતી. તેમણે વધમાં આ વિસ્તારમાં સરકારની વિવિધ ભરતીઓને ધ્યાનમાં રાખી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના વર્ગો અને પુસ્તકાલય બને તેવા તમામ પ્રયાસો કરવાની ખાત્રી આપી હતી. આવનાર સમયમાં વોલીબોલ, કબડ્ડી, ખોખો વગેરે જેવી પરંપરાગત રમતો માટેની ટુર્નામેન્ટ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે હંમેશા યુવાનોની પડખે ઉભા રહેવાનું જણાવ્યું હતું.

Birsa Munda Cricket Tournament

દાંતા તાલુકામાં સૌ પ્રથમવાર આવું મોટા પાયે આયોજન થયેલ છે, કુલ ૬૮ ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ છે. કોઈ ફી રાખવામાં આવેલ નથી અને ભાગ લેનાર દરેક ટીમને ક્રિકેટ કીટ આપવામાં આવેલ હતી. સારું પ્રદર્શન કરનાર ખેલાડીને શબરી ફાઉન્ડેશન દ્વારા દત્તક લઈને ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવામાં મદદ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો..Rajkot Rewa Special Train: રાજકોટ અને રીવા વચ્ચે દોડશે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન, ટિકિટોનું બુકિંગ 7મી મે થી શરુ

Gujarati banner 01