Cheating with travelers while shopping in Ambaji: અંબાજીમાં પ્રસાદ પુજાપાની ખરીદીમાં યાત્રીક સાથે થયેલી છેતરપીંડી મામલે પોલીલ ફરીયાદ

Cheating with travelers while shopping in Ambaji: આવા કેટલાક વેપારી ઓ અંબાજી ના તમામ વેપારીઓ ને બદનામ કરતા હોઈ કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ…

અંબાજી, 04 જૂનઃ Cheating with travelers while shopping in Ambaji: શક્તિપીઠ અંબાજી જેમાં લાખો માઈ ભક્તો માતાજીના દર્શનાર્થ આવતા હોય છે ત્યારે યાત્રાળુઓ સાથે વર્ષોથી થતી આવતી પ્રી-પ્લાનથી છેતરપીંડી રોકવા બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલ અને પૂર્વ વહીવટદાર સુધેન્દ્ર્સિંહ ચાવડાએ ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર મંદિર પરિસરમાં ચાલુ કરવાના લીધેલ નિર્ણય ને લોકોએ આવકાર્યો હતો.

વિગતે જોઈએ તો તારીખ ૦૩.૦૬.૨૦૨૨ ના રોજ તેમના પરીવાર મિત્રો અંબાજી આસ્થાને લઇ દર્શનાર્થે આવેલા તેમની ફરિયાદ મુજબ ૫૧ શક્તિપીઠ અંબાજી (ડીકે)સર્કલ ઉપર બાઈક ઉપર બેસેલ માણસે ગાડી ઉભી રખાવી કહેલ કે આગળ રસ્તો બંધ છે આ રસ્તે આવો પછી હું તમને પાર્કિંગ નો રસ્તો બતાવું છું અને મંદિર પાછળના ભાગે લઈ જઈ ગાડી ઉભી રખાવેલ અને આપે તથા આપના અન્ય માણસોએ કહેલ કે, સુંધામાતા પ્રસાદ ભંડારની દુકાન અમારી છે.

પૂજાપો લઇ લો કહી એક ટોપલી નો ભાવ રૂપીયા 251/- જણાવેલ છે જેથી ફરિયાદીએ રૂપિયા 500/- આપેલા પરંતુ આપે કહેલ કે જલ્દી જાવ મંદિર બંધ થવાનો ટાઈમ થઇ ગયો છે દર્શન બંધ થઈ જશે તમે પરત આવીને પૈસા આપજો તેમ કહી પૈસા લીધેલા નહીં જેથી ફરિયાદી અને તેના માણસો ફરિયાદી દર્શન કરી દુકાને પરત આવતા ફરિયાદી પાસેથી આપે એક ટોપલી ના રૂપિયા 680/- લેખે બે ટોપલીના રૂપિયા 1360/- માંગેલા જેથી ફરિયાદીએ તમો નોટીસ લેનારને કહેલ છે એક ટોપલી નો ભાવ રૂપિયા 251/- તમોએ કીધેલ હતો માટે રૂપિયા 502/- થયા.

આ પણ વાંચોઃ Odisha 20 Ministers resign: આજે ઓડિશા વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્યના તમામ 20 મંત્રીઓએ મંત્રીમંડળમાંથી રાજીનામુ આપ્યુ- વાંચો વિગત

જેથી એકદમ સામાવાળા ઉશ્કેરાઈ ગયેલા અને રૂપિયા 360/- આપવા જ પડશે તેમ કહી બૂમો પાડી નજીકમાંથી કોઈ અન્ય મનીષભાઈ તથા રાહુલભાઈ તથા રાજુભાઈ એમ બૂમ પાડીને બોલાવેલા તેઓ પણ આવી ફરિયાદીને કહેવા લાગે તમારે રૂપિયા ૧૩૬૦/- રૂપિયા આપવા પડશે જેથી ફરિયાદીએ કહેલ પહેલા કહેલ તેટલાજ મુજબ પૈસા આપવા તૈયાર છું કહેતા આરોપી અને તેની સાથેના બધા કહેવા લાગેલા કે અમારૂ અંબાજી છે.

રૂપિયા 1360/- આપ નહીતર તમને જીવતા નહીં જવા દઈએ તેમ કહી ફરિયાદી અને સાથેના અન્ય સાહેદોને આપે ભયમાં મુકી બળજબરીથી રૂપિયા 1360/- પડાવી લીધેલ છે માટે કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ આપેલ તેમજ ફરિયાદીએ પોલીસ સ્ટેશને પણ એફ.આએ.આર. નોધાવેલ છે જેના આધારે ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દ્વારા કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે અને પોલીસ પણ તેમની રાહે કાર્યવાહી કરી રહેલ છે.

આવી અનેક ફરિયાદો મળતા ગ્રાહકને અનુકુળતા હોય તે રીતે મદદરૂપ બની ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી/દાંતા દ્વારા સુરત, ગાંધીનગર, જોધપુર જેવા અલગ-અલગ સ્થળે ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે અને લાગત લોકલ તંત્રને પણ ગ્રાહકો વતી ફરીયાદો આપી કાર્યવાહી ચાલુ કરેલ છે તેવું ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રના પ્રમુખ વિપુલ ગુર્જર એ જણાવ્યું હતું. ચોક્ક્સ કહી શકાય કે ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી અને દાંતા ની કામગીરી થી લોકો જાગૃત થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Mask mandatory in Maharashtra: ઉદ્ધવ સરકાર એક્શનમાં મોડમાં, ફરી રાજ્યમાં કોરોના સામે લડવા માટે માસ્ક ફરજિયાત કર્યું- વાંચો વિગત

Gujarati banner 01