Child fair in danta taluka

Child fair in danta taluka: દાંતા તાલુકાના ૬૫૦ જેટલાં બાળકોએ બાળમેળાની મજા માણી

Child fair in danta taluka: અરવલ્લી જન વિકાસ સંઘ જનપથ સંસ્થા દ્વારા ટુંડિયા ટેકરા પર બાળ મેળો યોજાયો…

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 20 નવેમ્બર: Child fair in danta taluka: જનપથ અને અરવલ્લી જનવિકાસ સંઘ દ્વારા દાંતા તાલુકાના 25 ગામોમાંથી સરકારી નિશાળમાં બાળકોમાં શિક્ષણનુ સ્તર ઊંચું આવે, બાળકોને ભણવાની મજા પડે અને તેઓ નિશાળમાં નિયમિત આવતા થાય તે હેતુથી “ડિજિટલ લરનિંગ કાર્યક્ર્મ” શરુ છે. બાળકોના વ્યકિતમત્વ વિકાસમાં તેમની અભિવ્યક્તિ ખૂબજ અગત્યની છે. તેથી ડિજિટલ લરનિંગ કાર્યક્રમ અંતર્ગત બાળકો સાથે વિવિઘ પ્રવ્રુત્તિઓ હાથ ધરવામાં આવે છે, જે તેમની સર્જન શકતી માં ઉમેરો કરે.

Child fair in danta taluka 1

આજ રોજ ટૂંડિયા ટેકરાપર બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં ગઢ, ગાજીપુર, પીઠ, જસ્વાપર, નાની ટૂંડીયા, મોટી ટુંડીયા, મહુડી, માલણા, કાંટીવાસ, ચોરાસણ, સકુડા વગેરે ગામોમાંથી ૬૫૦ ઉપરાંત બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળમેળા નો ઉદ્દેશ્ય બાળકોની અંદર પડેલી સર્જનાત્મકતા ને બહાર લાવી તેને પ્રોત્સાહિત કરવાનો હતો.

બાળમેળામાં માટીકામ, ચિત્રકામ, ક્રાફટ, પેપર કટીંગ, કલા અને સંગીત વગેર વિવિઘ વિભાગોમાં બાળકોએ માટી માંથી રમકડાં, વિવિઘ વસ્તુઓ જેવી કે માટલા, ડીજે ની પ્રતિકૃતિ5, મૂર્તિ, મોબાઈલ ની પ્રતિકૃતિ વગેરે બનાવી પોતાની અંદર પડેલી કલા ને વ્યક્ત કરી.

ઘણા બાળકોએ ઝાડ, ફૂલ પાંદડા, ની સાથે ચિત્રો બનાવ્યા, તો ઘણાએ પેપર કટીંગ થી આકાશ કંદિલ, અને તોરણ જેવી વિવિઘ વસ્તુઓ બનાવી. બાળકોએ ઢોલક સાથે લોક ગીતો ગાયાં અને ગવડાવ્યાં… UGVCL, અને જનપથ ના મિત્રો ના આર્થિક સહાયોગથી આ બાળમેળા માં સ્થાનિક આગેવાનો, સરપંચ શ્રી મોહનભાઈ, વાલીઓ એ પણ ખૂબજ ઉત્સાહભેર ભાગ લીધો.

બાળમેળા બાદ ઘરે જતી વખતે બાળકોને ઍક એક નોટબુક અને પેન્સિલ, રબર, સંચો, અને સ્કેલ નો સેટ આપવમાં આવ્યો. આ બાળમેળો સફળ બનાવવામાં અમારી બાલદોસ્ત ની ટીમનો ખૂબજ મહત્વનો ફાળો રહ્યો કે જેમને અથાક મેહનત કરિને ૬૫૦ ટુંડિયા માં ભેગા કર્યાં.

આ પણ વાંચો: Gujarat election 2022: ‘અન્ય જાતિ’નો અચૂક મતદાન માટે નિર્ધાર, વાંચો વિગતે…

Gujarati banner 01