Audi Q7 SUV Launched in India

Audi Q7 SUV Launched in India: ભારતમાં ફેસ્ટિવલ સિઝન પહેલા જ લિમિટેડ એડિશન ઓડી Q7 SUV લોન્ચ- જાણો ફિચર્સ, કલર અને તમામ વિગત

Audi Q7 SUV Launched in India: ભારતમાં લિમિટેડ એડિશન Q7 SUV કારને સૌથી અલગ બનાવવા માટે ઓડીએ તેના ઈન્ટિરિયરને એક્સક્લુઝિવ બેરિક બ્રાઉન કલર અને કારની કિંમત 88.08 લાખ રુપિયા (એક્સ શો-રુમ પ્રાઈસ) છે.

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બરઃAudi Q7 SUV Launched in India: જર્મનીની કંપની ઓડીએ ભારતમાં ફેસ્ટિવલ સિઝન પહેલા જ લિમિટેડ એડિશન ઓડી Q7 SUV લોન્ચ કરી દીધી છે. ભારતમાં આ કારની કિંમત 88.08 લાખ રુપિયા (એક્સ શો-રુમ પ્રાઈસ) છે. લિમિટેડ એડિશન Q7 SUV કારને સૌથી અલગ બનાવવા માટે ઓડીએ તેના ઈન્ટિરિયરને એક્સક્લુઝિવ બેરિક બ્રાઉન કલરથી રંગી દીધુ છે.એક્સક્લુઝિવ કલર સિવાય આ SUV કારને યુનિક અને સ્પેશિયલ બનાવવા માટે તેમાં રનિંગ બોર્ડસ અને ક્વાટ્રો એન્ટ્રી LED લાઈટ્સ જેવા અનેક ફિચર્સ આપેલા છે.

ભારતમાં લિમિટેડ એડિશન ઑડી Q7 SUV કારના ફક્ત 50 યુનિટ જ હાજર છે. લિમિટેડ એડિશન ઑડી Q7 SUV રેગ્યુલર એડિશન ઑડી Q7 SUV ટોપ-સ્પેક ટેક્નોલોજી વેરિઅન્ટ પર આધારિત છે.ફીચર્સ અને સ્પેસિફિકેશન્સલિમિટેડ એડિશન ઓડી Q7 SUVમાં 48 વોલ્ટની માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ સાથે 3.0-લિટર, V6, TFSI એન્જિનનો પાવર મળે છે.

આ પણ વાંચોઃ Farmer can get monthly rs 3000 as pension: પીએમ કિસાન યોજનામાં નામ નોંધાયેલ ખેડૂતને મળશે મહિને 3000 રુપિયાનો લાભ

આ કારનું એન્જિન 336.6bhpનો પીક પાવર અને 500nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય આ કાર ખાસ 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. આ SUVના ચારેય પૈડાંને ઓટોમેકરની ક્વાટ્રો એડબલ્યુડી સિસ્ટમ દ્વારા પાવર મળે છે. આ SUVની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે અને તે માત્ર 5-9 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.

આ સિવાય 2022 Q7 SUVમાં એડેપ્ટિવ એર સસ્પેન્શન આપવામાં આવ્યું છે. તેમાં ઓટો, કમ્ફર્ટ, ડાયનેમિક, એફિશિયન્સી, ઓફ-રોડ અને ઈન્ડિવિડયુઅલ જેવા સાત ડ્રાઈવ મોડ્સ પણ છે. આ SUVમાં ઓડી વર્ચ્યુઅલ કોકપિટ, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 10.1 ઇંચનું ઇન્ફોટેનમેન્ટ યુનિટ, 19-સ્પીકર B&O 3D સાઉન્ડ સિસ્ટમ, 4-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, 8-એરબેગ, 360 ડિગ્રી સરાઉન્ડ વ્યૂ કેમેરા જેવા બીજા ઘણા સારા ફીચર્સ મળે છે.

આ પણ વાંચોઃ Preparation for National Games-2022: અમદાવાદ શહેરનાં વિવિધ ૮ સ્થળોએ ૧૫ જેટલી રમતોનું આયોજન થશે

Gujarati banner 01