Climate change

Climate change: રાજ્યનું વાતારણમાં અચાનક પલટાશે, ગરમી વચ્ચે માવઠાની શક્યતા- વાંચો વિગત

Climate change: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી 7 માર્ચે હળવા વરસાદની આગાહી કરી

અમદાવાદ, 04 માર્ચઃ Climate change: ગુજરાતમાં રાત્રે હજી ઠંડીનો ચમકારો અનુભવાય છે. જ્યારે દિવસે ઉનાળાની દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી 7 માર્ચે હળવા વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂકાઈ શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ફરીથી એક વખત કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

અમદાવાદમાં વહેલી સવારથી દિવસ દરમિયાન ચાલુ રહેલા પવનોની અસરથી બુધવાર કરતાં ગુરુવારે અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાન 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો, અમદાવાદનું મહત્તમ તાપમાન 35.0 અને લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું હતું. જો કે, આગામી 24 કલાક ગરમીથી રાહત રહ્યાં બાદ 15 માર્ચથી ગરમીનો પારો ક્રમશ વધીને 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે.

ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનોને કારણે બુધવારે રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. પરંતુ, ગુરુવારે પવનની દિશા બદલાતા મહુવા અને વેરાવળને બાદ કરતાં તમામ શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત રહેશે.

આ પણ વાંચોઃ found true love at age 52: બાવન વર્ષની ઉંમરે સાચો પ્રેમ મળ્યો, દીકરા-વહુએ વિધવા માતાના લગ્ન કરાવ્યા- વાંચો આ રસપ્રદ સ્ટોરી

રવિવાર સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધી 36-37 ડિગ્રીએ પહોંચી શકે છે. જો કે 15 માર્ચ સુધીમાં ગરમી 40 ડિગ્રીને વટાવી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની દિશા બદલાતા તાપમાન વધી રહ્યું છે.

રાષ્ટ્રીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગરમીની સ્થિતિનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ ઉત્તર ગોળાર્ધની વસંત દરમિયાન લા નીના નબળું પડવાની શક્યતા છે. વેધર એક્સપર્ટના મતે, ઉત્તર ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધીની ઉનાળુ સિઝનમાં રેકોર્ડબ્રેક કરે તેવી ગરમીની શક્યતા ના બરાબર બની રહી છે. ઉનાળુ સિઝનમાં ગરમીના 6 રાઉન્ડ આવી શકે છે. આ 6 રાઉન્ડમાં ગરમીનું પ્રમાણ 41 થી 43 ડિગ્રીની વચ્ચે રહે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનામાં ત્રીજા, એપ્રિલ મહિનામાં પ્રથમ અને ચોથા તેમજ મે મહિનામાં પ્રથમ, બીજા અને ચોથા સપ્તાહમાં ગરમીનો અનુભવ વધુ રહેશે.

બીજી બાજુ આ વખતની સિઝનમાં હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. જેના કારણે રાત્રીનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાના કારણે ગરમી સાથે ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન ચારેક વખત વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેમાં એપ્રિલ મહિનાના બીજા તેમજ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં એમ 2 વખત કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. કમોસમી વરસાદનું જોર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સાથે મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધુ રહી શકે છે.

Gujarati banner 01