CM Bhupendra Patel

CM Bhupendra Patel Held A Meeting With APM Terminals CEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એપીએમ ટર્મિનલ્સના સીઈઓ કીથ સ્વેન્ડસેન સાથે બેઠક યોજી

CM Bhupendra Patel Held A Meeting With APM Terminals CEO: દેશ-દુનિયાની ‘બ્લુ ઇકોનોમી’માં ગુજરાત અગ્રણી રાજ્યઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

  • પીપાવાવ પોર્ટ ખાતે કંપનીના વિસ્તરણ અને અપગ્રેડેશન અંગે ચર્ચા થઈ

ગાંધીનગર, 09 જાન્યુઆરીઃ CM Bhupendra Patel Held A Meeting With APM Terminals CEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અતંર્ગત નેધરલેન્ડની પોર્ટ ઓપરેટિંગ કંપની એપીએમ ટર્મિનલ્સના સીઈઓ કીથ સ્વેન્ડસેન સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત મેરીટાઇમ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને ભારત સહિત વિશ્વની ‘બ્લુ ઇકોનોમી’માં યોગદાન આપવામાં અગ્રણી તરીકે ઉભરી રહ્યું છે.

સીઈઓ કીથ સ્વેન્ડસેને મીટિંગ દરમિયાન પીપાવાવ પોર્ટ ખાતે કંપનીની કામગીરીના વિસ્તરણ અને અપગ્રેડેશન અંગે ચર્ચા કરી હતી. તેમણે APM ટર્મિનલ્સે 1998માં ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ તરીકે ભારતના પ્રથમ ખાનગી બંદરની નોંધણી કરીને ગુજરાતમાં પ્રથમ સ્થાપના કરી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકાત બેઠકમાં જોડાયા હતાં.

આ પણ વાંચો… Kisan Samarpit Ek Jiwan: ભારતીય કિસાન સંઘના સ્વ.જીવણદાદાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ગાંધીનગરમાં સ્મરણિકા- ‘કિસાન સમર્પિત એક જીવન’ નું લોકાર્પણ કરાયું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો