Controversial Statements

Controversial Statements : દેવાધિદેવ મહાદેવ પર વિવાદિત ટિપ્પણી બાદ થયુ ભૂલનું ભાન,આખરે સંતે માફીમાંગી – વાંચો શું છે વિવાદ

Controversial Statements : પ્રબોધ સ્વામીએ સજા સ્વરૂપે મૌન પાળવા અને સાત દિવસ ઉપવાસના આદેશ કરાયા

વડોદરા, 06 સપ્ટેમ્બરઃControversial Statements : ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કર્યા બાદ આનંદસાગર સ્વામીને પોતાની ભૂલનુ ભાન થયુ હતું અને તેમણે પોતાની ભુલનો સ્વીકાર કર્યો છે. એટલુ જ નહિ, પ્રબોધ સ્વામીએ સજા સ્વરૂપે મૌન પાળવા અને સાત દિવસ ઉપવાસના આદેશ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, આનંદસાગર સ્વામીએ હરિધામ સોખડાના પ્રબોધ સ્વામી ગ્રૂપના સ્વામી છે. તેમણે અમેરિકામાં આ પ્રકારનું પ્રવચન આપ્યુ હતું જેનો વિવાદ થતા વીડિયો વાયરલ થયો હતો. તેમણે પ્રબોધ સ્વામીને મહાદેવ કરતા મોટા સ્વામી ગણાવ્યા હતા. આવી વાત જાહેર કરતા ભક્તોની લાગણી દુભાઈ હતી. આનંદસાગર સ્વામીએ નવો વીડિયો જાહેર કરીને માફી માંગી છે. 

આ પણ વાંચોઃ Statement by Yuvraj Singh Jadeja: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ યોજી પ્રેસ કોન્ફોરન્સ- વાંચો શું કહ્યુ?

ગઈકાલે રાજકોટમાં આનંદસાગર સ્વામીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે આનંદસાગર સ્વામીનો આ વીડિયો વાયરલ થતા બ્રહ્મસમાજ દ્વારા આ નિવેદન પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિવિધ જિલ્લાઓમાં આનંદસાગર સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાવાની ચીમકી ઉચ્ચારી હતી. સનાતન ધર્મને બદનામ કરવાની અને શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તે પ્રકારની વાત હોવાનું બ્રહ્મસમાજ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે ભગવાન મહાદેવ પર વાણીવિલાફ કરનાર આનંદસાગર સ્વામીએ પ્રબોધ સ્વામીએ સજા સ્વરૂપે મૌન પાળવા આદેશ કર્યો છે. 

પોતાની ભૂલ સ્વીકરતા આનંદસાગર સ્વામીએ કહ્યું કે, આ અવસર થયો, ત્યારે પ્રબોધ સ્વામીએ કડક શબ્દોમાં સૂચન કર્યું અને શિબિર દરમિયાન મૌન આપ્યું છે. ત્યાર પછી મને સજારૂપે સાત દિવસના ઉપવાસ પણ આપ્યા છે. મારી વાણીથી ભક્તોની લાગણી દુભાઈ છે. તેથી હું સનાતત ધર્મના સમર્થકો, શિવભક્તોની અંતકરણથી હૃદયના સાચા ભાવથી માફી માંગુ છું. 

આ પણ વાંચોઃ Devshayani ekadashi 2022: દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ, વાંચો આ દિવસનું મહત્વ

Gujarati banner 01