Ambaji market dirty

Dirt in Ambaji’s markets: અંબાજીના બજારો મા ગંદકીએ માઝા મુકી, સફાઈ કામદારો સફાઈ કામગીરી થી છે અળગા

Dirt in Ambaji’s markets: અંબાજીના બજારો મા ગંદકીએ માઝા મુકી, સફાઈ કામદારો સફાઈ કામગીરી થી છે અળગા,. . હાલ એક તરફ કોરોના વકરી રહ્યો છે તો બીજી તરફ ગંદકી માથુ પકડી રહી છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૭ જાન્યુઆરીઃ
Dirt in Ambaji’s markets: યાત્રાધામ અંબાજી માં છેલ્લા ત્રણ દિવસ થી સમગ્ર અંબાજી ધામ ગંદકી થી ખદબદી રહ્યુ છે. જોકે અંબાજી ધામ ની સફાઇ માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાખ્ખો રૂપીયા ની ચુરવણી કરવામાં આવે છે. જે શરૂઆત માં ગ્લોબલ ઓલ સર્વીસીસ ને સફાઇ માટે ની કામગીરી સોંપાઇ હતી પણ તેનાં દ્વારા યોગ્ય કામગીરી ન થતાં ટેન્ડર બદલી હાલ રાજદિપ એન્ટપ્રાઇઝ ને અંબાજી ની સફાઇ કામગીરી ની જવાબદારી સોંપવામાં આવી છે. પણ છેલ્લા ત્રણ દિવસ થી અંબાજી શહેર માં સફાઇ કામગીરી સંપુર્ણ પણે ઠપ્પ કરી દેવાઇ છે.

Dirt in Ambaji's markets

જોકે સફાઇ કામદારો માં કેટલાંક સફાઇ કામદારો ને વધુ પડતી ઉમર નાં કારણે છુટા કરવાની બાબત ને લઇ ભારે રોષ નાં કારણે ત્રણ દિવસ થી સંપુર્ણ અંબાજી શહેર નાં સફાઇ કામગીરી ઠપ્પ કરી દેવામાં આવી છે. આ કામગીરી ઠપ્પ થઇ જતાં રાજદીપ એન્ટરપ્રાઇજ દ્વારા બહાર થી સફાઇ કામગીરી શરૂ કરાઇ હતી પણ સ્થાનિક સફાઇ કામદારો માં ભભુકેલાં રોષ નાં પગલેં બહાર થી આવેલાં સફાઇ કામદારો પણ પડતુ મુકી ચાલ્યા ગયા હતા.

Dirt in Ambaji's markets

Dirt in Ambaji’s markets: હાલ તબક્કે મંદિર ટ્રસ્ટ દ્વારા સફાઇ કામગીરી માટે લાખ્ખો રૂપીયા ની ચુકવણી કરવાં છતાં અંબાજી શહેર નાં બજારો માં ગંદકી ખદબદી રહી છે. આ બાબતે તાકીદે ઘટતુ કરી સફાઇ કરાવવામાં આવે તેવી માંગ કરાઇ રહી છે. નહીં નો આવનારા સમય માં અંબાજી માં રોગચાળા ની દહેસર પ્રગરણ માંડે તેવું લોકો માં ચર્ચાઇ રહ્યુ છે. અંબાજી મંદિર મા પાવડી પુજા કરવા જવાના પુલ નીચેના રસ્તે ગંદકીએ માઝા મુકી છે.

આ પણ વાંચો…Gujarat new guidelines: ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, વાંચો નવા લાગુ થયેલા નિયમો અને પ્રતિબંધો વિશે

Whatsapp Join Banner Guj