Gujarat new guidelines: ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, વાંચો નવા લાગુ થયેલા નિયમો અને પ્રતિબંધો વિશે

Gujarat new guidelines: આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નવી ગાઈડલાઈનને મંજૂરી આપવામાં આવી

ગાંધીનગર, 07 જાન્યુઆરીઃ Gujarat new guidelines: ગુજરાતમાં કોરોના વાયરસ (Corona Virus)ના કેસ વધતા સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા સરકાર હવે શક્ય એ તમામ પગલાઓ ભરી રહી છે. કોરોના વાયરસના કેસો વધતા સંક્રમણ વધુ ન ફેલાય એ માટે સરકારે વાઇબ્રન્ટ સમિટ સહીતના મોટા કાર્યક્રમો રદ્દ કર્યા છે, હવે આ દિશામાં રાજ્યમાં નવી કોરોના ગાઈડલાઈન (Guideline) જાહેર કરવામાં આવી છે. આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM BHUPENDRA PATEL)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નવી ગાઈડલાઈનને મંજૂરી આપવામાં આવી છે.

શહેરોમાં આ નિયંત્રણો લાગુ

1) રાત્રિ કર્ફ્યું : રાજયના અમદાવાદ શહેર , વડોદરા શહેર , સુરત શહેર , રાજકોટ શહેર , ભાવનગર શહેર , જામનગર શહેર , જુનાગઢ શહેર , ગાંધીનગર શહેર , ઉપરાંત વધુ બે નગરો આણંદ શહેર , અને નડીયાદમાં દરરોજ રાત્રિના ૧૦.૦૦ કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધી રાત્રિ કર્યુ અમલમાં રહેશે.

2) વ્યપારની પ્રવૃત્તિઓ : ઉપરોકત શહેરોમાં સામે દર્શાવેલ વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.

3) હોટેલ અને રેસ્ટોરન્ટ : બેઠક ક્ષમતાના ૭૫ % સાથે રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે . હોટેલ / રેસ્ટોરેન્ટ્સમાં Home delivery સેવાઓ રાત્રિના ૧૧:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.

આ પણ વાંચોઃ Health workers dont need to wear PPE kit: AIIMSના ડિરેક્ટરે કહ્યું-PPE કિટ પહેરવાની જરૂર નથી, N95 માસ્ક અને ફેસ શિલ્ડ પૂરતા છે- વાંચો સંપૂર્ણ વિગત

સમગ્ર રાજ્યમાં આ નિયંત્રણો લાગુ

1) રાજકીય-સામાજિક મેળાવડા : ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓ પરંતુ , બંધ સ્થળોએ , જગ્યાની ક્ષમતાના ૫૦ % ( મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં ) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

2)લગ્ન પ્રસંગ : ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓ પરંતુ , બંધ સ્થળોએ , જગ્યાની ક્ષમતાના ૫૦ % ( મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં ) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે . લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.

3) અંતિમક્રિયા અને દફનવિધિ : મહત્તમ ૧૦૦ ( એકસો ) વ્યક્તિઓની મંજુરી

4) પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ : નોન એ.સી. બસ સેવાઓ ૭૫ % ક્ષમતા સાથે ( Standing not allowed ) જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫ % પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.

5) સિનેમા હોલ : બેઠક ક્ષમતાના ૫૦ % થી ચાલુ રાખી શકાશે.

6) જીમ : સમાવેશ ક્ષમતાના ૫૦ % થી ચાલુ રાખી શકાશે.

7) વોટરપાર્ક અને સ્વીમીંગ પુલ : ક્ષમતાના મહત્તમ ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે.

8) વાંચનાલયો : બેઠક ક્ષમતાના ૫૦ % થી ચાલુ રાખી શકાશે.

9) ઓડીટોરીયમ, હોલ, મનોરંજક સ્થળો : બેઠક ક્ષમતાના ૫૦ % થી ચાલુ રાખી શકાશે.

10) જાહેર બાગ-બગીચા : રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી

11) ધોરણ 9 થી ગ્રેજ્યુએટ સુધીની અભ્યાસ પ્રવૃત્તિઓ : સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ % વિદ્યાર્થીઓ સાથે

12) શૈક્ષણિક સંસ્થાઓ : રાજયભરની શાળાઓમાં ધોરણ ૧ થી ૯ માં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન શિક્ષણ તા.૩૧-૧-૨૦૨૨ સુધી બંધ રહેશે.માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે.

13) શાળા અને કોલેજો અને પરીક્ષાઓ : કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.

14 ) સ્પોર્ટ્સ કોમ્લ્પેક્ષ, સ્ટેડીયમ અને સંકુલમાં રમત ગમત : પ્રેક્ષકોની હાજરી વગર ચાલું રાખી શકાશે.

વેક્સિનના બે ડોઝ ફરજિયાત : ઉપરની તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ લોકો માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત કરવામાં આવ્યાં છે.

Whatsapp Join Banner Guj