CM rally bapunagar

Unveiling of statue of Sri Ahilyabai Holkar: મુખ્યમંત્રીએ લોકમાતા શ્રી અહિલ્યાબાઈ હોલકરની પ્રતિમાનું અનાવરણ કર્યું

Unveiling of statue of Sri Ahilyabai Holkar: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવા વોર્ડમાં બનાવેલા પાર્ટી પ્લોટનું શ્રી અહિલ્યાબાઈ હોલકર ઓપન પાર્ટી પ્લોટ નામાભિધાન કરાયું

અમદાવાદ, 21 ઓગસ્ટ: Unveiling of statue of Sri Ahilyabai Holkar: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, આજે અમદાવાદ મહાનગરના વટવા વિસ્તારમાં લોકમાતા શ્રી અહિલ્યાબાઈ હોલકર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે એ આપણા સૌ માટે એક ઐતિહાસિક પ્રસંગ છે. આજનો આ અવસર ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરી રહ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવા વોર્ડમાં બનાવેલા પાર્ટી પ્લોટનું શ્રી અહિલ્યાબાઈ હોલકર (Unveiling of statue of Sri Ahilyabai Holkar) ઓપન પાર્ટી પ્લોટ નામાભિધાન કરવામાં આવ્યું. આ અવસરે મુખ્યમંત્રીએ લોકમાતા શ્રી અહિલ્યાબાઈ હોલકર પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 15 ઓગસ્ટે પાંચ સંકલ્પ કરવાના કહ્યા હતા, એમાં આપણા વારસાનું જતન કરવાનું પણ તેઓએ આહવાન કર્યું હતું અને આજનો અવસર આજ વાતને ઉજાગર કરે છે. આમ, આજે આપણને સૌને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોઈપણ વર્ગ કે સમાજને કોઈપણ મુશ્કેલી આવે ત્યારે આ સરકાર તેમની પડખે હંમેશા ઉભી રહી છે અને આગળ પણ ઉભી રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

Unveiling of statue of Sri Ahilyabai Holkar

મુખ્યમંત્રી એ કહ્યું કે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસ’ના મંત્ર સાથે નરેન્દ્રભાઈ મોદીએ આજે દરેક સમાજ અને છેવાડાના માનવીનેને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત ટીમ પણ ગુજરાતના વિકાસને સતત આગળ વધારી રહી છે. નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં રાજ્યના તમામ ગામ શહેરને આત્મનિર્ભર બનાવીને દેશને આત્મનિર્ભર બનાવવાનો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ગુજરાતની વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે આજે ગુજરાત દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષામાં તો આપણે 20 વર્ષમાં મજબૂત પાયો નાખી શક્યા છીએ. આ પરિણામના આધારે શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ઘટીને 3 ટકા થઈ ગયો છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આજે દરેક વર્ગ અને સમાજના લોકો રાજ્ય અને દેશના વિકાસમાં ફાળો આપી રહ્યા છે. ખભેથી ખભે મિલાવીને દેશ અને રાજ્યને આગળ લઈ જઈ રહ્યા છે. ગુજરાત શાંતિ અને સુરક્ષામાં અગ્રેસર હોવાને કારણે દેશ-વિદેશના રોકાણકારો પણ ગુજરાતમાં રોકાણ કરવા માટે આવી રહ્યા છે અને આ આપણા સૌ માટે એક ગૌરવની બાબત છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી અવસરે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી પણ સમાજના સૌ ઉપસ્થિત લોકોને આપી હતી.

આ અવસરે પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આજે લોકમાતા(Unveiling of statue of Sri Ahilyabai Holkar) શ્રી અહિલ્યાબાઈ હોલકર તમામ સમાજના પૂજનીય છે. આજે અમદાવાદના વટવા વિસ્તારમાં શ્રી અહિલ્યાબાઈ હોલકરનું મૂર્તિનું અનાવારણ થયું છે એ આપણા સૌ માટે એક ગર્વની વાત છે.

પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આવનારા સમયમાં ઊર્જાનું કેન્દ્ર આ જગ્યા બનશે. આજે ભારતની સંસ્કૃતિને જીવન રાખવાનું કામ શ્રી અહિલ્યાબાઈ હોલકરે કર્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પણ વાંચો..Raids in ahmedabad hukabar: અમદાવાદ હુકાબાર માં દરોડા નો મામલો, સામે આવી આ વાત…

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવા બોર્ડમાં નિર્મિત પણ પાર્ટી પ્લોટમાં લોકમાતા શ્રી અહિલ્યાબાઈ હોલકર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તેમજ આ પાર્ટી પ્લોટનું (Unveiling of statue of Sri Ahilyabai Holkar) શ્રી અહિલ્યાબાઈ હોલકર ઓપન પાર્ટી પ્લોટ નામાભિધાન કરવામાં આવ્યું છે.

૧૦ બાય ૧૦ના ક્ષેત્રફળમાં પાંચ ફૂટ ફાઉન્ડેશન ઉપર અહિલ્યાબાઈ હોલકરની આ પ્રતિમા બનાવવામાં આવી છે. આ પ્રતિમા બનાવવાનો અંદાજિત રૂપિયા પાંચ લાખ જેટલો ખર્ચ પાલ બધેલ સમાજ સેવા સંઘ દ્વારા કરવામાં આવ્યો છે.

આ અવસરે કેન્દ્રીય રાજ્ય કાયદા મંત્રી એસ.પી.સિંહ બઘેલ, પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, સર્વે કોર્પોરેટર તેમજ બધેલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *