Holashtak 2024

Holashtak 2024: આ તારીખથી થશે હોળાષ્ટકનો પ્રારંભ, આ દિવસોમાં ના કરો કોઇપણ શુભ કાર્ય

Holashtak 2024: ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળાષ્ટકના આઠ દિવસોમાં કોઈપણ પ્રકારના શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.

ધર્મ ડેસ્ક, 12 માર્ચઃ Holashtak 2024: હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર મુખ્ય તહેવારમાંથી એક છે. નવુ વર્ષ શરૂ થયા બાદ ફાગણ મહિનામાં આવતા આ તહેવારની લોકો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. રંગ, ગુલાલ, ઉત્સવનો આ તહેવાર આખા દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. રંગોની હોળી રમતા પહેલા ફાગળ મહિનાની પુનમે હોળીકા દહન કરવામાં આવે છે. ત્યાર બાદ બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે.

આ પણ વાંચોઃ Army Plane Crashed : જેસલમેરમાં સેનાનું ફાઇટર વિમાન થયુ ક્રેશ, જુઓ વીડિયો

હવે જે રીતે દરેક ધર્મ અને જ્યોતિષમાં માંગલિક કાર્યો માટે ચોક્કસ સમય અને શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે તેવી રીતે અશુભ સમય પણ કયો છે તે જણાવવામાં આવ્યું છે. આ સમયગાળામાં શુભ કામો કરવાની મનાઇ કરવામાં આવી છે. આ સમયે જો કોઇ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું અશુભ ફળ મળે છે તેવુ કહેવાય છે. ત્યારે આગામી દિવસોમાં હોળાષ્ક બેસશે. એટલે કે આઠ દિવસના સમૂહને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ દિવસોમાં કોઇ પણ શુભ કાર્ય કરવામાં આવતુ નથી . પરંતુ દેવી દેવતાઓની ઉપાસના માટે આ દિવસોને શુભ માનવામાં આવે છે.

આ વખતે હોળાષ્ટક 17 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળાષ્ટકના આઠ દિવસોમાં કોઈપણ પ્રકારના શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો