Gujarat ats arrests 4 wanted of 1993 mumbai blast

Drugs Seized in Rajkot: ગુજરાત એટીએસ દ્વારા રાજકોટમાં કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો

Drugs Seized in Rajkot: ગુજરાત ATS દ્વારા રાજકોટ જિલ્લામાં ઓપરેશન હાથ ધરી 214 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો

રાજકોટ, 12 મેઃ Drugs Seized in Rajkot: ગુજરાત ATS દ્વારા રાજકોટ જિલ્લામાં ઓપરેશન હાથ ધરી 214 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. રાજકોટ-જામનગર હાઈવે પર આવેલા પડધરી ગામ નજીક ATSએ ધામા નાંખ્યા હતા.

ATS દ્વારા માહિતીના આધારે દરોડા પાડી 31 કિલો હેરોઈનનો જથ્થા સાથે ત્રણ આરોપીની અટકાયત કરી છે. આ ત્રણ પૈકી એક નાઈઝિરીયન નાગરિકની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો છે. જ્યાં કોર્ટે આરોપીના 24 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પકડાયેલા નાઈઝિરીયન શખ્સે કબૂલાત કરી કે હેરોઈનનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો. ATSની દરોડાની કાર્યવાહીમાં હાલ એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે જિલ્લા અને ગ્રામ્ય પોલીસ ઉંઘતી ઝડપાઈ છે અને ATSએ કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં નશાનો પદાર્થ ઝડપી પાડ્યો છે. 31 કિલો જેટલો મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો તે પણ એક મોટો તપાસનો વિષય છે.

રાજકોટના જામનગર હાઈવે પર પડધરી ગામ નજીક ગઈકાલે રાત્રિથી કાર્યવાહી ચાલી રહી હતી. મુદ્દમાલ સાથે એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે. કોર્ટે 24 તારીખ સુધીના આરોપીના રિમાન્ડ મંજૂર પણ કરાયા છે. આ ડ્રગ્સ દિલ્હી પહોંચાડવાનો હતો.

આ પણ વાંચો… Gyanvapi Masjid Case: જ્ઞાનવાપી કેસમાં હાઈકોર્ટનો સૌથી મોટો ચુકાદો, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો