Earthquake graph

Earthquake in ambaji: દાંતા-પાલનપુરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, આટલી હતી તીવ્રતા…

Earthquake in ambaji: ભૂકંપનું મુખ્ય બિંદુ પાલનપુરનું પરપડા ગામ જણાવવામાં આવી રહ્યું છે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 10 ડીસેમ્બર: Earthquake in ambaji: બનાસકાંઠાના દાંતા અને પાલનપુરમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અચાનક ભૂકંપના આંચકા અનુભવાતા શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અહીં ઘણી વખત ભૂકંપ આવી ચૂક્યા છે.

મળતી માહિતી મુજબ સાંજે 4.27 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 2 માપવામાં આવે છે. ભૂકંપનું મુખ્ય બિંદુ પાલનપુરનું પરપડા ગામ જણાવવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટે આ વાતની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: Trains affected news: અમદાવાદ મંડળથી ઉપડતી-પસાર થતી કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત, વાંચો…

Gujarati banner 01