vishnu210

આજે પોષ મહિનાની ષટ્તિલા એકાદશી(Ekadashi): આ પ્રકારે કરો તલનો ઉપયોગ, તમારી બીમારી દૂર થશે!

પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે એકાદશી(Ekadashi)ના દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે

vishnu210

ધર્મ ડેસ્ક, 07 ફેબ્રુઆરીઃઆજે રવિવાર, 7 ફેબ્રુઆરીએ પોષ મહિનાના વદ પક્ષની ષટ્તિલા એકાદશી(Ekadashi) છે. આ દિવસે તલનું સેવન કરવું, તેનું દાન કરવું અને પૂજામાં તેનો ઉપયોગ કરવાની પરંપરા છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના એકાદશી મહાત્મ્યમાં આ એકાદશી વ્રતનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.

મહાભારતમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ એકાદશીએ તાંબાના લોટામાં તલ રાખીને દાન કરવાથી અનેક યજ્ઞોનું ફળ મળે છે. પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે આ દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે.

છ પ્રકારે તલનો ઉપયોગઃ-

  • પાણીમાં તલ નાખીને નાહવામાં આવે છે.
  • તલથી બનેલી મીઠાઈ ખાવામાં આવે છે.
Whatsapp Join Banner Guj
  • તલ મિક્સ કરેલું પાણી પીવામાં આવે છે.
  • તલના તેલથી શરીરની માલિશ કરવામાં આવે છે.
  • તલથી હવનમાં આહુતિઓ આપવામાં આવે છે.
  • માત્ર તલ અથવા તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે.

ષટતિલા એકાદશીએ પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવું, તલનું ઉબટન લગાવવું, તલ મિક્સ કરીને પાણી પીવું અને તલ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ઠંડીના કારણે થતી બીમારીઓથી પણ બચી શકાય છે. ઉબટન અને તલના પાણીથી સ્નાન કરવાથી ત્વચા સારી રહે છે. તલનું દાન અને તેનાથી હવન કરવાનું ખાસ મહત્ત્વ છે.

આ પણ વાંચો…

ઇન્વેસ્ટ કરતા પહેલા જાણો કોણ આપે છે ફિક્સ ડિપોઝિટ(fixed deposit) પર સૌથી વધારે વ્યાજ?