COW

જામનગરના અલિયાબાડા ગામમાં શેની થઈ ચોરી જાણો

મોટા વાહન માં આવેલા કોઇ તસ્કરો એક ગીર ગાય ની ચોરી કરી લઇ ગયાની પોલીસ ફરિયાદ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૨૬ સપ્ટેમ્બર: જામનગર તાલુકાના સુર્યપરા ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં અજીબો-ગજબ નો કિસ્સો બન્યો છે, કોઈ ભારે વાહન માં આવેલા તસ્કરોએ ખેડૂતની ૬ ગાયો પૈકીની એક ગાયની મોટા વાહન મા ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સુર્યપરા ગામમાં રહેતા અને ખેતીવાડી તથા શાકભાજીનો વેપાર કરતા જમનભાઈ રઘુભાઈ મુંગરા નામના ખેડૂતે અલિયાબાડા ગામ ની ગોળાઈ પાસે આવેલી પોતાની વાડીમાં છ ગાયો બાંધીને રાખેલી હતી, જેમાં એક લાલ કલર ની દેશી ગીર ગાય ને કોઈ અજ્ઞાત મોટા વાહન માં આવેલા શખ્સો વાડી માં પ્રવેશ કરી ગાયને વાહનમાં ઉઠાવી જઇ ચોરી કરી ગયાની નું ધ્યાન માં આવ્યું હતું.
જેથી જમનભાઈ મુંગરા એ પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાની ગાયની ની ચોરી થઈ જવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

banner city280304799187766299


વાડીમાં કોઈ ભારે વાહન ના ટાયરો ના નિશાનો જોવા મળ્યા હતા જેના આધારે તસ્કરો ગાયને કોઈ વાહનમાં નાખીને ઉઠાવી ગયા હોવાનું અનુમાન લગાવાયું છે, અને પોલીસે આસપાસના તેમજ નજીકના વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ ના આધારે તપાસ શરૂ કરી છે.