Gandhi ashram redevelopment

Gandhi ashram redevelopment: આશ્રમના રિડેવલપમેન્ટ સામે બાપુના પ્રપૌત્રએ કરી PIL, વાંચો શું છે તુષાર ગાંધીની રજૂઆત અને સરકારની યોજના

Gandhi ashram redevelopment: યોજના અંતર્ગત નવાં મ્યુઝિયમ, એમ્ફીથિયેટર, વી.આઇ.પી. લોન્જ, દુકાનો અને ફૂડકોર્ટ સહિતનાં વિવિધ સ્થળો ઉભા કરવાનો પ્રસ્તાવ છે.

અમદાવાદ, 28 ઓક્ટોબરઃ Gandhi ashram redevelopment: અમદાવાદ ખાતે આવેલા ગાંધીજીના સાબરમતી આશ્રમના પ્રસ્તાવિક રિડેવલપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ (Tushar Gandhi) ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) ફાઇલ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે, મહાત્મા ગાંધીના કોઇપણ આશ્રમ ક્યારેય સરકારના નિયંત્રણ હેઠળ નહોતા. આઝાદીની ચળવળ સાથે જોડાયેલા પવિત્ર સ્મારકને આવી રીતે કોમર્શિયલ ટુરિઝમ સ્થળમાં પરિવર્તિત ન કરવું જોઇએ.

નોંધનીય છે કે, અરજીની સુનાવણી દિવાળી બાદ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આપને જણાવીએ કે, ગાંધી આશ્રમને ખાસ ઓળખ અપાવવા માટે સરકારે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન મુજબ હેરીટેજ ગાંધી આશ્રમની મુખ્ય ઓળખ જાળવી રાખીને તેની આસપાસના 35 એકર જમીનમાં 1200 કરોડના ખર્ચે વિકાસ કરી ગાંધી આશ્રમનું ડેવલોપમેન્ટ કરવામાં આવવાની યોજના છે. જે અંતર્ગત નવાં મ્યુઝિયમ, એમ્ફીથિયેટર, વી.આઇ.પી. લોન્જ, દુકાનો અને ફૂડકોર્ટ સહિતનાં વિવિધ સ્થળો ઉભા કરવાનો પ્રસ્તાવ છે.

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની રજૂઆત છે કે, કોઇપણ ગાંધી આશ્રમમાં અત્યાર સુધી સરકારનું સંચાલન રહ્યું નથી અને આવી રીતે આશ્રમ ટેકઓવર કરી તેનું રિડવેલપમેન્ટ કરાયું નથી. આ પ્રકારનું રિડેવલપમેન્ટ(Gandhi ashram redevelopment) ગાંધીજીની અંતિમ ઇચ્છા અને તેમના વિચારો વિરૃદ્ધ છે. આઝાદીની ચળવળ સાથે જોડાયેલા આવા પવિત્ર સ્મારકને આવી રીતે કોમર્શિયલ ટુરિસ્ટ સ્થળ બનાવી શકાય નહીં. તુષાર ગાંધીએ આ અંગેની જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં નોંધાવી છે.

આ પણ વાંચોઃ Aryan Khan Case: આર્યન ખાન કેસમાં NCBના સાક્ષી કિરણ ગોસાવીની પુણે પોલીસે કરી અટકાયત

મહત્તવનું છે કે, ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ વિભાગ દ્વારા ઠરાવ કરીને ગાંધી આશ્રમ મેમોરિયલના વ્યાપક અને સર્વગ્રાહી વિકાસ માટે એક ગવર્નિંગ કાઉન્સિલ અને એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની કંપની સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને રિડેવલમેન્ટની કામગીરીનું અમલીકરણ સોંપવામાં આવ્યું હતું.

ગાંધી આશ્રમ(Gandhi ashram redevelopment)ને ખાસ ઓળખ અપાવવા માટે સરકારે ખાસ યોજના તૈયાર કરી છે. આ યોજના મુજબ હેરીટેજ ગાંધી આશ્રમની મુખ્ય ઓળખ જાળવી રાખીને તેની આસપાસના 35 એકર જમીનમાં 1200 કરોડના ખર્ચે વિકાસ કરી ગાંધી આશ્રમનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે. એટલું જ નહીં 5 વિશ્વસ્તરીય મુય્ઝિયમ તેમજ અદ્યતન ઓડિયો-વિઝ્યુલ લાયબ્રેરી સાથે આ નવવિકસિત સંકુલની સાથે આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપ આપવામાં આવશે, મહત્વુનું છે કે, સાબરમતી આશ્રમની વર્લ્ડ ક્લાસ ફેસિલિટી માટેનો આખો મેપ તૈયાર થઈ ગયો છે સાથે સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન પણ બનાવવામાં આવશે.

Whatsapp Join Banner Guj