student

ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી શક્યતા!

student edited 1

અમદાવાદ,02 ડિસેમ્બર: કોરોના બાળકોના ભવિષ્ય માટે પણ કાળ બની ને જ આવ્યું છે. વર્ષ 2020 એટલે કે નવા સત્રથી એક પણ વખત શાળાઓ ચાલુ થઇ નથી. જ્યારે શાળાઓ ફરી ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થતા સરકાર દ્વારા પોતાનો નિર્ણય તરત પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

જો કે હવે ડિસેમ્બર મહિનો આવી ચુક્યો છે. તેવામાં હવે શાળાઓ ખોલવી કે નહી તે મુદ્દે હજી પણ સ્થિતી અંગે કોઇ જ સ્પષ્ટતા નથી. તેવામાં હવે કદાચ શાળાઓ ખુલી પણ જાય તો જાન્યુઆરીથી માર્ચ ત્રણ મહિના જ વિદ્યાર્થીઓને ભણાવી શકાય તેવી સ્થિતી છે. તેવામાં સરકાર હવે માસ પ્રમોશન આપે તેવી શક્યતા મહત્તમ છે.

whatsapp banner 1

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાવાની છે, ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડના ઓનલાઇન પરીક્ષા ફોર્મ જાન્યુઆરીમાં ભરવામાં આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે આ ફોર્મ નવેમ્બર મહિના દરમિયાન ભરવામાં આવતા હોય છે. જો કે માધ્યમિક શિક્ષમ બોર્ડ દ્વારા માર્ચમાં 10 અને 12 ધોરણની પરીક્ષા લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જૂન 2020થી તમામ વિદ્યાર્થીઓ ઓનલાઇન જ અભ્યાસ કરી રહ્યાં છે. બોર્ડની પરીક્ષા લેવી પડે તેમ હોવાને કારણે રાજ્યના શિક્ષણમંત્રી તાજેતરમાં જ બોર્ડની પરીક્ષા કોરોનાને પગલે મે 2021માં યોજાવાની જાહેરાત કરી હતી.