PM Modi Sundar Pichai

Google fintech operations center in Gujarat: વડાપ્રધાનની અમેરિકા મુલાકાત ગુજરાત માટે મહત્વપૂર્ણ બની, હવે આ જાહેરાત થઈ…

Google fintech operations center in Gujarat: ગૂગલ ગુજરાતમાં તેનું વૈશ્વિક ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલશે

અમદાવાદ, 24 જૂનઃ Google fintech operations center in Gujarat: વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતના અનુસંધાને મહત્વપૂર્ણ બની સાબિત થઇ છે. ગુજરાતને લઇ બે મહત્વપૂર્ણ વાતો બહાર નીકળીને આવે છે એક તો અમદાવાદમાં નવું વાણીજ્ય દૂતાવાસ શરુ થવા જઈ રહ્યું છે અને બીજું ગૂગલ તેનું વૈશ્વિક ફિનટેક ઓપરેશન સેન્ટર ગુજરાતમાં ખોલશે.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ જાહેરાત કરી હતી. તેમણે મોદી સરકારના મુખ્ય અભિયાન ‘ડિજિટલ ઈન્ડિયા’ માટે વડાપ્રધાનના વિઝનની પણ પ્રશંસા કરી. 

સુંદર પિચાઈએ કહ્યું કે, PM મોદીને તેમની યુએસની ઐતિહાસિક મુલાકાત દરમિયાન મળવું સન્માનની વાત છે.  આ ઉપરાંત તેમણે કહ્યું કે, Google ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. સાથે જ ગુજરાતમાં ફિનટેક ઓપરેશન સેન્ટર ખુલવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો… Morari Bapu On Adipurush Movie: ‘આદિપુરુષ’ ફિલ્મના વિવાદ વચ્ચે કથાકાર મોરારિ બાપુએ આપ્યુ મહત્ત્વનું નિવેદન, કહ્યું- નાટક…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો