Government approves Talati’s demand: તલાટી મંડળની હડતાલનો આવ્યો અંત, રાજ્ય સરકારે તેમની વિવિધ માંગ સ્વીકારી

Government approves Talati’s demand: ગઇકાલે તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદી અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા વચ્ચે બેઠક યોજવામાં આવી હતી

ગાંધીનગર, 23 ઓગષ્ટ: Government approves Talati’s demand: વિવિધ માંગણીઓને લઈને છેલ્લા 20 દિવસથી હડતાળ પર ઉતરેલા તલાટીઓની માંગ આખરે સરકાર દ્વારા માની લેવામાં આવી છે. ગઇકાલે તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદી અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મંત્રીએ પાંચમાંથી ચાર માંગ માની લેતા હડતાળ પાછી ખેંચવામાં આવી છે. તો તલાટીઓની એક માંગને લઈને કમિટી બનાવવાની પણ સહમતિ બની છે. 

રાજ્યના તલાટી મંડળ દ્વારા વિવિધ માંગણીઓને લઈને 2 ઓગસ્ટથી હડતાળ શરૂ કરવામાં આવી હતી. તલાટીઓ છેલ્લા 20 દિવસથી હડતાળ પર બેઠા હતા. પરંતુ આજે રાજ્યના પંચાયત મંત્રી સાથે બેઠક થતાં મુદ્દાનો ઉકેલ આવી ગયો છે. રાજ્ય સરકારે ચાર માંગો સ્વીકારી લીધી છે, જ્યારે એક મુદ્દે કમિટી બનાવવામાં આવશે. 

આ પણ વાંચોઃ Ruckus again in JNU: JNUમાં વિદ્યાર્થી અને ગાર્ડની વચ્ચે મારામારી, આ મુદ્દે થયો હંગામો

આ માંગને લઈને તલાટીઓ હતા હડતાળ પર
1. તલાટીઓને ઉચ્ચ પગાર ધોરણના લાભ આપવા
2. રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવામાં આવે 
3. 2004-05 પછીના તમામ તલાટીઓની નોકરી સળંગ ગણવી
4. રેવન્યુને મર્જ કરવા અથવા જોબ ચાર્ટ અલગ કરવામાં આવે
5. તલાટીઓને ઉચ્ચ પગાર ધોરણના લાભ આપવા

આ પણ વાંચોઃ Corn silk benefits: મકાઈના રેશા છે સ્વાસ્થ્ય માટે લાભદાયી- વાંચો ફાયદા

Gujarati banner 01