Garba Guidelines

Guj gov has decided to celebrate Navratri: નવરાત્રીને લઇ રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, સાંભળીને જ ખેલૈયાઓનો જોશ વધશે

Guj gov has decided to celebrate Navratri: આ વર્ષે નવ શક્તિપીઠો પર કરાશે ગરબાનું આયોજન

ગાંધીનગર, 02 ઓગષ્ટઃ Guj gov has decided to celebrate Navratri: દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે અને આ બધા તહેવારો પોતાપોતાની રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. એમાંનો એક તહેવાર એટલે નવરાત્રી (Navaratri 2022). ત્યારે નવરાત્રીને લઇને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે, આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે, નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે.

આ પણ વાંચોઃ Uterine cancer vaccine launch: ગર્ભાશયના કેન્સર માટેની સ્વદેશી રસી લૉન્ચ,જાણો કિંમત સાથે અન્ય વિગત

આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું. બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરુ થશે અને 05 ઓક્ટોબરે પૂર્ણ થશે.

આ પણ વાંચોઃ Twitter Edit Feature: ફેસબુક, ઇન્સ્ટાગ્રામની જેમ ટ્વીટ કર્યા બાદ તેને એડિટ કરી શકશે યુઝર્સ

Gujarati banner 01