gujarat health minister visit dhandhuka

Gujarat health minister visit dhandhuka:રાજ્ય આરોગ્ય મંત્રી ધંધુકા આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાતે, કેન્દ્રમાં સારવાર હેઠળના બાળ દર્દીઓ પ્રત્યે આરોગ્યપ્રધાનનું વ્હાલ છલકાયું

Gujarat health minister visit dhandhuka: મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ અને સારવાર હેઠળના બાળ દર્દીઓના વાલીઓ સાથે સંવેદનાસભર સંવાદ સાધ્યો


અહેવાલ-અમિતસિંહ ચૌહાણ

ધંધુકા, 06 જુલાઇઃGujarat health minister visit dhandhuka: આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે ધંધુકા તાલુકા પંચાયત લોકાર્પણના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ધંધુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈને સમગ્રતયા વ્યવસ્થાપન અને સુવિધાઓની જાત માહિતી મેળવી હતી.

00ce1a89 21cf 4a5c 820c 81f6f5add1a2

સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં થઈ રહેલી કામગીરીનો તાગ મેળવી સારવાર હેઠળના બાળ દર્દીઓ અને કુપોષિત બાળકોના વાલીઓ સાથે સંવાદ સાધી હોસ્પિટલની સેવા-સુશ્રુષા અને ઉપલબ્ધ સારવાર અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.

મંત્રીએ આરોગ્ય કેન્દ્રના બાલ સેવા કેન્દ્રમાં રસોઈ કરતી મહિલાઓ સાથે પણ સંવાદ સાધી ખાધ-ખોરાક સુરક્ષા સંદર્ભે પણ ઝીણવટભરી માહિતી મેળવી હતી.સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત બાલ સેવા કેન્દ્રની પણ આ ક્ષણે મંત્રીએ મુલાકાત કરી હતી.

be9111fe 475e 4b00 8501 471563d5f94a

મંત્રીએ હોસ્પિટલમાં સેવારત સ્ટાફ અને તબીબો સાથે તેમના પ્રશ્નો અને જરુરિયાતો સંદર્ભે પણ સામેથી ચર્ચા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત વેળાએ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ જોડાયા હતા.મંત્રીની હોસ્પિટલની મુલાકાતથી સમગ્ર તંત્ર અને સ્વાસ્થ્ય કર્મીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ About GeM portal: MSME સહિતના ઔદ્યોગિક એકમોની GeM પોર્ટલ પર નોંધણી અંગે પ્રાદેશિક કચેરીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ

આ પણ વાંચોઃ IT raids in Dolo Tablet companyડોલો ગોળીના ઉત્પાદકોને ત્યાં ITના દરોડા, કોરોનાના 20 મહિના દરમિયાન 350 કરોડ ટેબ્લેટનું થયુ હતુ વેચાણ- વાંચો વિગત

Gujarati banner 01