rainy sky

Gujarat rain forecast update: હજી અગામી 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા- વાંચો વિગત

Gujarat rain forecast update: સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગિર સોમનાથ માં આજે સામાન્ય વરસાદની શકયતા

અમદાવાદ, 14 ઓક્ટોબરઃGujarat rain forecast update: આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. 3 દિવસ વલસાડ, નવસારી, દાદરા નગર માટે આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં આજે સામાન્ય વરસાદ થઈ શકે છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વાતાવરણ સુકું રહેશે. જ્યારે હાલ 35 ડિગ્રી તાપમાન છે, જેમાં 2 ડિગ્રી વધી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન સામાન્ય રહેશે.

હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના નથી. દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ રહી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગિર સોમનાથ માં આજે સામાન્ય વરસાદની શકયતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં લગભગ કાલથી વરસાદની સંભાવના નથી અને ત્યાં વાતાવરણ સૂકું રહેશે. હાલમાં ઘણી જગ્યાએ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Fire in 2nd floor of old secretariat building: ગાંધીનગરમાં જૂના સચિવાલયના બીજા માળે આગ લાગી, ફાયર વિભાગ દોડતુ થયુ

બીજી બાજુ, વાતાવરણમાં સતત થઈ રહેલા બદલાવ વચ્ચે રાજકોટના ઉપલેટા પંથકમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં દિવસભરની ભારે ગરમી બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મોટી પાનેલી, શહીદ ખારચીયા, કોલકી, રબારીકા, ચરેલીયા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ સાવાઈ રહી છે. કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ છે. વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના નથી, જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઇને વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, 14થી 17 ઓક્ટોબર સુધી હવામાનમાં પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. પાછોતરો વરસાદ 12મી સુધી પડશે, જ્યારે તે પણ પછી પણ ફરી એક વાવાઝોડું આવી શકે છે. વાવાઝોડાની પૂર્વ ભારત સુધી અસર થઈ શકે છે. ઓક્ટોબર, નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં વરસાદ થઈ શકે છે. જ્યારે 18મી બાદ પાછોતરો વરસાદ નહીં, પરંતુ દિવાળી માટે ફરી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ silver seized: રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડાતી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપ્યો- વાંચો વિગત

Gujarati banner 01