PM Modi

Morning Consult Survey: વડાપ્રધાન મોદીની લોક પ્રિયતા યથાવત, એકવાર ફરી ગ્લોબલ રેટિંગમાં ટોપ પર ભારતના PM

Morning Consult Survey: પીએમ મોદી બાદ મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ  મૈનુઅલ લોપેઝ ઓબ્રેડોર અને ઇટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રૈગી 63 ટકા અને 54 ટકા રેટિંગની સાથે ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને છે

નવી દિલ્હી, 27 ઓગષ્ટઃ Morning Consult Survey: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દુનિયાભરમાં યથાવત છે. મોર્નિંગ કંસલ્ટ સર્વે પ્રમાણે 75 ટકાના અપ્રૂવલ રેટિંગની સાથે પીએમ મોદી એકવાર ફરી ગ્લોબલ રેટિંગમાં ટોપ પર છે. પીએમ મોદી બાદ મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ  મૈનુઅલ લોપેઝ ઓબ્રેડોર અને ઇટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રૈગી 63 ટકા અને 54 ટકા રેટિંગની સાથે ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને છે. 

જો બાઇડેન પાંચમાં સ્થાને
દુનિયાના 22 નેતાઓની યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન 41 ટકા રેટિંગની સાથે પાંચમાં સ્થાને છે. બાઇડેન બાદ કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રૂડો (39 ટકા) અને જાપાની પ્રધાનમંત્રી કિશિદા (38 ટકા) છે. 

આ પણ વાંચોઃ Gujarat SET Exam 2022: ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન 29 ઓગસ્ટથી શરુ

મોર્નિંગ કંસલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સ વર્તમાનમાં ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બ્રાઝીલ, જર્મની, ભારત, મેક્સિકો, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં સરકારી નેતાઓ અને દેશના ટ્રેજેક્ટોરીના અનુમોદન રેટિંગ પર નજર રાખે છે. આ પહેલા જાન્યુઆરી 2022 અને નવેમ્બર 2021માં દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં પીએમ મોદી ટોપ પર હતા. 

આ મંચ રાજકીય ચૂંટણીઓ, ચૂંટાયેલા અધિકારીઓ અને મતદાનના મુદ્દા પર રીયલ-ટાઇમ મતદાન ડેટા પ્રદાન કરે છે. કંસલ્ટ દરરોજ 20 હજારથી વધુ ગ્લોબલ ઈન્ટરવ્યૂ આયોજીત કરે છે. અમેરિકામાં એવરેજ સેમ્પલ સાઇઝ 45,000 છે. અન્ય દેશોમાં સેમ્પલ સાઇઝ 500-5000 વચ્ચે હોય છે. 

વયસ્કોના રાષ્ટ્રીય સ્તર પર પ્રતિનિધિ વચ્ચે બધા ઈન્ટરવ્યૂ ઓનલાઇન આયોજીત કરવામાં આવે છે. ભારતમાં સેમ્પલ સાક્ષર વસ્તીના પ્રતિનિધિ છે. દરેક દેશમાં ઉંમર, લિંગ, ક્ષેત્ર અને કેટલાક દેશોના સત્તાવાર સરકારી સ્ત્રોતોના આધાર પર શિક્ષણના આધાર પર સર્વેક્ષણોને મહત્વ આપવામાં આવે છે. અમેરિકામાં સર્વેને જાતિ અને જાતીયતાના આધાર પર પણ મહત્વ આપવામાં આવે છે. 

આ પણ વાંચોઃ Gujarat received 9 awards in renewable energy sector: ગુજરાત પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે ગુજરાતને ૯ એવોર્ડ પ્રાપ્ત

Gujarati banner 01