Harsh sanghvi meets grishma’s family: ફેનિલને ફાંસની સજા થતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને સાંત્વના આપી- વાંચો વિગત

Harsh sanghvi meets grishma’s family: ગ્રીષ્માના હત્યારાને ગણતરીના દિવસોમાં જ ફાંસીની સજા મળતાં વેકરિયા પરિવારે ન્યાયની લાગણી વ્યક્ત કરી

સુરત, 06 મેઃ Harsh sanghvi meets grishma’s family: સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.બાદમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. પોલીસના પુરાવાના આધારે કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.ગ્રીષ્માના હત્યારાને ગણતરીના દિવસોમાં જ ફાંસીની સજા મળતાં વેકરિયા પરિવારે ન્યાયની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ કોઈની પણ બહેન દીકરી સાથે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને તે માટે કામના કરી હતી. સાથે જ ગ્રીષ્માના આત્માને શાંતિ મળે તે હેતુથી ધૂનનું આયોજન કર્યું હતું.

ગ્રીષ્માને ન્યાય મળતાં આજે પરિવાર દ્વારા રામધૂન સહિત પોલીસ અધિકારીઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તમામ કાર્યક્રમ પડતાં મૂકીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતાં. હર્ષ સંઘવીએ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે ગ્રીષ્માના માતા-પિતાને મળીને સાંત્વના આપી હતી.ગ્રીષ્માની હત્યા બાદ થોડા દિવસોમાં જ ગૃહમંત્રી વેકરિયા પરિવારને મળવા પહોંચ્યા હતાં. ત્યારે ગૃહમંત્રીએ આરોપીને કડક અને ઝડપી સજા અપાવવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચોઃ BJP leader Tajinder Bagga arrested: ભાજપ પ્રવક્તા તેજિંદર બગ્ગાની પંજાબ પોલીસે કરી ધરપકડ, વાંચો શું છે મામલો?

આ વચન મુજબ જ હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા મળતાં પરિવારને ઝડપી ન્યાય મળ્યો હતો. સાથે જ આ ન્યાય બાદ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપવાના યોજાયેલા કાર્યક્રમમાં હર્ષ સંઘવી પહોંચ્યા હતાં. તેમણે ગ્રીષ્ના પરિવારને મળીને હૈયાધરપત આપી હતી.ગ્રીષ્મા હત્યા બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી.

આ તપાસમાં લગભગ 50 જેટલા અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતાં. આ તમામ કર્મચારીઓએ રાત દિવસ એક કરીને આરોપીને ફાંસીના માચડે પહોંચડવા માટે તપાસ કરી હતી. આ તપાસ કરનાર અધિકારીઓના સન્માન માટે પરિવારે તમામ કર્મચારીઓને બિરદાવતા મોમેન્ટો આપ્યાં હતાં.

આ પણ વાંચોઃ Kartik finally broke the silence: દોસ્તાના 2ને લઈ કરણ જોહર સાથેના વિવાદને લઇ, કાર્તિકે આખરે મૌન તોડ્યું- વાંચો શું કહ્યું?

Gujarati banner 01