Banking Fraud app

Banking fraud app: ઓનલાઇન બેન્કિંગમાં છેતરપિંડીના કેસ વધવાથી સર્તક રહવા સાઇબર સિક્યોરિટી આ 11 એપને ફ્રોડ ગણાવી, જુઓ લિસ્ટ!

Banking fraud app: સાયબર સિક્યોરિટી રિસર્ચર Zscalerના ThreatLabzની રિપોર્ટ મુજબ બેન્કિંગ ફ્રોડ માટે જવાબદાર કુલ 11 એપ્સની ઓળખ થઈ છે

નવી દિલ્હી, 24 જુલાઇઃ Banking fraud app: મહામારીમાં ઓનલાઇન બેન્કિંગમાં છેતરપિંડીના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે બેંકના ગ્રાહકોએ વધુમાં વધુ સતર્ક રહેવાની જરૂર છે. ગુગલ પ્લે સ્ટોર (Google Play Store) પર અમુક એવી એન્ડ્રોઇડ એપ્લિકેશન (Android App)ની ઓળખ થઈ છે, જે જોકર માલવેરથી સંક્રમિત છે. આવા માલવેર તમને આર્થિક રીતે નુકસાન પહોંચાડી શકે છે.

સાયબર સિક્યોરિટી રિસર્ચર Zscalerના ThreatLabzની રિપોર્ટ મુજબ બેન્કિંગ ફ્રોડ માટે જવાબદાર કુલ 11 એપ્સની ઓળખ થઈ છે. આ એપ્સને અત્યાર સુધીમાં લગભગ 3000થી વધુ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જો તમારા ફોનમાં પણ આ એપ્સ હોય, તો તેને તુરંત હટાવી દેવી જોઈએ. નહીંતર એકાઉન્ટમાંથી પૈસા પણ ઉપડી જાય તેવો ખતરો રહે છે.

આ પણ વાંચોઃ ICSE-ISC Result 2021 : સીઆઈએસસીઇએ જાહેર કર્યા ધો-10 અને ધો 12ના રિઝલ્ટ, આવી રીતે મળશે માર્કશીટ- વાંચો સંપૂર્ણ વિગત

રિપોર્ટ્સ અનુસાર, જોકર માલવેરને એન્ડ્રોઇડ ડિવાઇસ માટે તૈયાર કરવામાં આવ્યો છે. ડિવાઇસમાં આ વેરિયન્ટ યૂઝરની જાસૂસી કરે છે. તે મેસેજ અને SMS દ્વારા જાણકારી ચોરી શકે છે.

જોકર માલવેર હોય તેવા મોબાઈલમાં બેન્કિંગ ફ્રોડ થઈ શકે છે. જોકર એન્ડ્રોઇડ એલર્ટ સિસ્ટમ દ્વારા તમામ નોટિફિકેશનની પરમિશન લઈ લેવાય છે. જ્યારે ટ્રાન્સલેટ, PDF કન્વર્ટ સ્કેનર, Delux કી બોર્ડ દ્વારા જોકર માલવેર ફોનમાં પહોંચે છે.

આ પણ વાંચોઃ Smart Face Mask: આ કંપની લાવી રહી છે સ્માર્ટ ફેસ માસ્ક, જેમાં છે માઈક અને સ્પીકર- વાંચો ખાસ ફીચર્સ વિશે…

આ એપલિસ્ટથી દૂર રહો અને તમારા ફોનમાં હોય તો ડિલિટ કરોઃ

ફ્રી અફલૂએન્ટ મેસેજ (Free Affluent Message)
પીડીએફ ફોટો સ્કેનર (PDF Photo Scanner)
ડીલક્સ કીબોર્ડ (delux Keyboard)
કમ્પ્લાય ક્યૂઆરઆર સ્કેનર (Comply QR Scanner)
પીડીએફ કન્વર્ટર સ્કેનર (PDF Converter Scanner)
ફોન્ટ સ્ટાઇલ કીબોર્ડ (Font Style Keyboard)
ટ્રાન્સલેટ ફ્રી (Translate Free)
સેયિંગ મેસેજ (Saying Message)
પ્રાઈવેટ મેસેજ (Private Message)
રીડ સ્કેનર (Read Scanner)
પ્રિન્ટ સ્કેનર (Print Scanner)

આ પણ વાંચોઃ Raj kundra case: 6 કલાકની પૂછપરછમાં શિલ્પાએ કહ્યું, ‘મારો પતિ નિર્દોષ છે, હોટશોટ એપ શું છે એ મને ખબર નથી’- વાંચો વધુમાં શું કહ્યું એક્ટ્રેસે?

Whatsapp Join Banner Guj