india vs aus brisbane test day 1 1610697668

Ind vs Aus: ત્રીજા દિવસે શાર્દુલ અને સુંદરે કરી બતાવ્યો કમાલ, 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, વિરાટ કોહલીએ પણ કર્યા વખાણ

india vs aus brisbane test day 1 1610697668

ક્રિકેટ ડેસ્ક, 17 જાન્યુઆરીઃ બ્રિસ્બેન ટેસ્ટના ત્રીજા દિવસે વૉશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરની જોડી ઓસ્ટ્રેલિયન પેસ અટેકને બરાબરના હંફાવ્યા હતા. આ સાથે ભારતને મેચમાં વાપસી કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 186 પર 6 વિકેટના સ્કોરે શાર્દુલ-સુંદર બંને બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયન બોલર્સને ચોમેર ધોલાઈ કરી હતી. વૉશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે મળી સાતમી વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી હતી.

બ્રિસ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે ગાબાની પીચ પર વોશિંગટન સુંદર અને સાર્દુલ ઠાકોરે કમાલ કરી દીધી. 186ના સ્કોર પર જ્યારે રિષબ પંત આઉટ થયા ત્યારે લાગ્યું કે ભરીયે ટીમ જલ્દીથી સીમટાઈ જશે પરંતુ સુંદર અને શાર્દુલની જોડીએ ઓસ્ટ્રેલિયાઈ પેસ અટેકની ધજીયા ઉડાવતા ભારતને ફરી મેચમાં લઇ આવ્યા છે .

186ના સ્કોર પર 6 વિકેટ પછી આ બંને બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ખુલ્લીને શોટ્સ માર્યા. વોશિંગટન સુંદર અને શાર્દુલે મળીને સાતમી વકેટ માટે 123 રનોની પાર્ટનરશિપ કરી દીધી. સાતમી વિકેટ માટે 123 રનોની પાર્ટનરશિપ કરી સુંદર અને શાર્દુલે કપિલ દેવ અને મનોજ પ્રભાકરની જોડીનો 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

Whatsapp Join Banner Guj

બ્રિસ્ટનના મેદાનમાં આ પહેલા સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ કપિલ દેવ અને મનોજ પ્રભાકરના નામ પર હતો. વર્ષ 1991માં કપિલ અને પ્રભાકરે ગાબાની પીચ પર સાતમી વિકેટ માટે 58 રનોની ભાગીદીરી કરી હતી. ત્યાર પછી ત્રીજો નંબર મહેન્દ્ર સિંહ ધોની અને રવિચંદ્રન અશ્વિનના નામે આવે છે. તેમણે 2014માં સાતમી વિકેટ માટે 57 રન બનાવ્યા હતા.

પોતાની પહેલી ટેસ્ટ રમી રહેલા વોશિંગટન સુંદરને ઓલરાઉન્ડર પ્લેયિંગ ઇલેવન તરીકે સામેલ કરવામાં આવ્યો હતો અને અર્ધીસદી(67) બનાવી તેમણે પોતાની ડેબ્યુ મેચને યાદગાર બનાવી હતી.

આ પણ વાંચો…
લોકડાઉન બાદ લોકોમાં વધ્યો સાયકલિંગનો ક્રેઝ: સિંગર અરવિંદ વેગડાએ રાઇડર્સનો ઉત્સાહ વધાર્યો સાથે સાઇકલિંગનું મહત્વ જણાવ્યું