Eu sB85UYAITgtL scaled

IndvsEng:ઈશાંતની ટેસ્ટ કેરિયરની 100મી ટેસ્ટ, ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સ 112 રનમાં સમેટાઈ – અક્ષરે લીધી 6 વિકેટ

IndvsEng

સ્પોર્ટ્સ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ ભારત અને ઈંગ્લેન્ડ(IndvsEng) વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચાર મેચોની ટેસ્ટ સીરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રેસમાં બની રહેવા માટે બંને ટીમો માટે આ મેચ મહત્વની છે. અમદાવાદમાં પિંક બોલ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિગ્સમાં 112 રને ધબડકો થઈ ગયો છે. ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધારે 6 વિકેટ લીધી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ઝંઝાવાત શરૂઆત કરી છે. તેણે પ્રથમ ઈનિગ્સમાં 112 રન પર વિરોધ ટીમને સમેટી લીધી છે. ઈંગ્લેન્ડની આખી ટીમ 48.4 ઓવર જ રમી શકી હતી. ભારત તરફથ અક્ષર પટેલે સૌથી વધારે 6 વિકેટ લીધી હતી. તો વળી આર અશ્વિને 3 અને ઈશાંત શર્માએ એક વિકેટથી ખાતુ ખોલ્યુ હતું. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધારે રન ક્રોઉલીએ 53 રન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ ટેસ્ટ ભારતના ઝડપી બોલર ઈશાંત શર્માની કેરિયરની 100મી ટેસ્ટ છે. આ સિદ્ધિ મેળવનાર ઈશાંત ભારતનો બીજો બોલર છે. આ પહેલા કપિલ દેવે 131 ટેસ્ટ રમી હતી. 18 વર્ષની ઉંમરમાં ડેબ્યુ કરનાર ઈશાંત રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીના સુકાનીપદ નીચે રમી ચૂક્યો છે. તેણે દ્રવિડના સુકાની પદ હેઠળ 25 મે 2007માં બાંગ્લાદેશ સામે ડેબ્યુ કર્યું હતું.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

સુપ્રીમ કોર્ટ(Supreme Court)નો ચુકાદોઃ હિન્દૂ મહિલા પિયરમાંથી કોઇને પણ બનાવી શકે છે પોતાની સંપત્તિમાં ઉત્તરાધિકારી