Jagdish Vishwakarma

Jagdish Vishwakarma Statement: ભારતની GDPમાં ગુજરાત 8.3%નું યોગદાન આપે છે: મંત્રી જગદીશ વિશ્વકર્મા

Jagdish Vishwakarma Statement: ગુજરાતના મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિવિધ સંગઠનોના પ્રમુખો સાથે વન-ટુ-વન બેઠકો યોજી

ગાંધીનગર, 22 ડિસેમ્બર: Jagdish Vishwakarma Statement: નવી દિલ્હીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની કર્ટેન રેઈઝર ઈવેન્ટ બાદ, ગુજરાત સરકારે મુંબઈ, ચંડીગઢ, કોલકાતા, ચેન્નઈ, લખનૌ, બેંગલુરુ, ગુવાહાટી, જયપુર અને ઈન્દોરમાં 9 નેશનલ રોડ શૉનું આયોજન કર્યું હતું. ગુજરાતના પ્રતિનિધિમંડળે જાપાન, જર્મની, ઈટલી, ડેનમાર્ક, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, યુએઈ અને યુએસએ સહિતના 11 દેશોની પણ મુલાકાત લીધી હતી.

આજે વાઇબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળ દ્વારા ગુજરાત સરકારમાં સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), MSME, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં હૈદરાબાદમાં સફળતાપૂર્વક રોડ શૉનું આયોજન કર્યું હતું.

રોડ શૉ પહેલા, ગુજરાતના મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિવિધ સંગઠનોના પ્રમુખો સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. તેમાં, સાઇએંટ લિમિટેડમાં કોર્પોરેટ ઇનિશિએટિવ્સના અધ્યક્ષ ડૉ. PNSV નિરસિમ્હ; પિનવેસ્ટ ઇંકના સંસ્થાપક અને અધ્યક્ષ ડૉ. (એચ.સી) તુષાર એસ દેવચક્કે; અવંતી ફીડ્સ લિમિટેડના અધ્યક્ષ અને MD અલ્લૂરી ઇંદ્ર કુમાર; મોસચિપ ટેક્નોલોજીસ લિમિટેડના MD અને CEO શ્રીનિવાસ રાવ કાકુમનુ; જેની ફાર્મા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર ડૉ. રામાવથ આર.નાઈક; રોકવેલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના MD અશોક ગુપ્તા; Ctrl Sdatacentresના વાઇસ પ્રેસિડન્ટ-ગવર્મેન્ટ રિલેશન્સ સૌમ્યા ટંકાલા; ટી-હબના CEO શ્રીનીવાસ રાવ એમ..: અનંત ટેક્નોલોજીસના ફાઉન્ડર, ચેરમેન અને MD ડૉ. સુબ્બા રાવ; ATGC બાયોટેક પ્રાઇવેટ લિમિટેડના સંસ્થાપક અને CEO વિજય રેડ્ડી, ગ્રીન-કો ગ્રુપના CEO અને MD અનિલ કુમાર ચાલમાલાસેટ્ટી અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એડિશ્નલ જનરલ મેનેજર સી. આહિલા હાજર રહ્યા હતાં.

FICCI એક્ઝિક્યુટિવના સભ્ય અને સુધાકર પોલિમર પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર મીલા જયદેવના સ્વાગત પ્રવચન સાથે રોડ શૉની શરૂઆત થઈ. તેમના સંબોધન બાદ, વાઇબ્રન્ટ ગુજરાત 2024 અને ગિફ્ટ સિટી વિશે ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મો દર્શાવવામાં આવી હતી.

ગુજરાત સરકારના અધિક ઉદ્યોગ કમિશ્નર ડૉ.કુલદીપ આર્યએ પણ ગુજરાતમાં ઉપલબ્ધ વ્યવસાયની તકો અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમના પ્રેઝન્ટેશન બાદ, દીપક નાઈટ્રેટ લિમિટેડના પ્રેસિડેન્ટ-બેઝિક ઈન્ટરમીડિયેટસ ગિરીશ સતારકર, એપોલો હોસ્પિટલ્સના ગ્રુપ CMO, ડૉ. નંદિની અલી અને વેલસ્પન ગ્રુપના કોર્પોરેટ અફેર્સના વાઇસ પ્રેસિડન્ટ શ્રીસા ભાર્ગવ મોવ્વાએ ગુજરાતમાં રોકાણ અંગેના તેમના અનુભવો શેર કર્યા હતા.

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સભાને સંબોધિત કરી હતી. તેમના સંબોધનમાં તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરીને ગુજરાતની ક્ષમતાને વિશ્વ સમક્ષ લાવવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતા વડાપ્રધાને દરેક પડકારને તકમાં ફેરવીને તેમની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. તેમણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણ આકર્ષવા માટે વાઈબ્રન્ટ ગુજરાત જેવી અદ્ભુત ઈવેન્ટ શરૂ કરી.

જગદીશ વિશ્વકર્માએ લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને રાજ્યમાં રહેલી વિપુલ સંભાવનાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અનેક પહેલો અને યોજનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, “ભારતના જીડીપીમાં ગુજરાતનું યોગદાન 8.3% એટલે કે લગભગ $282 બિલિયન છે. ગુજરાતે 2002-2022 સુધીમાં US$55 બિલિયનનું સંચિત FDI મેળવ્યું છે. 500+ ફોર્ચ્યુન ગ્લોબલ કંપનીઓ સહિત વિશ્વની સૌથી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતમાં છે.

ગુજરાતમાં 13 લાખથી વધુ MSME કાર્યરત છે જેમાં સાડા સાત લાખથી વધુ લોકો કામ કરે છે. ગુજરાતે લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીમાં પણ અભૂતપૂર્વ કામગીરી કરી છે.” જગદીશ વિશ્વકર્માએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી ક્ષેત્રે ગુજરાતની ક્ષમતાનો ઉલ્લેખ કરતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યમાં 200 થી વધુ ઔદ્યોગિક વસાહતો અને 100 ખાનગી ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક્સ છે, જે વ્યૂહાત્મક રીતે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. તેમાં ખાસ કરીને PM MITRA પાર્ક, બલ્ક ડ્રગ પાર્ક અને એગ્રો પાર્ક જેવા સેક્ટર-વિશિષ્ટ પાર્કનો સમાવેશ થાય છે.

લોજિસ્ટિક્સની દ્રષ્ટિએ, ગુજરાતમાં 2,20,000 કિલોમીટરના રસ્તાઓ આવરી લેતું વિશાળ નેટવર્ક છે. 1 મુખ્ય બંદર સહિત 48 બંદરો પણ છે જ્યાં ભારતના 40% કાર્ગોનું સંચાલન થાય છે. ગુજરાતમાં 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને 5200 કિમીથી વધુ રેલ માર્ગ સાથે 19 ઓપરેશનલ એરપોર્ટ અને એરસ્ટ્રીપ્સ છે. ગુજરાતની સફળતાને બિરદાવતા મંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતની ઉત્કૃષ્ટ કામગીરીને ઉજાગર કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાત હંમેશા ‘ટોપ એચીવર’ તરીકે ઓળખાય છે, જેમાં રાજ્યએ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ 2020, નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગ્સ 2021, 2019 અને 2018, LEADS ઈન્ડેક્સ 2022 અને ગુડ ગવર્નન્સ 2021 જેવી ઘણી સિદ્ધિઓ હાંસલ કરીને પોતાની ઓળખ જાળવી રાખી છે.

આ ઉપરાંત, ગુજરાતે નીતિ આયોગના સ્ટેટ એનર્જી ક્લાઈમેટ ઈન્ડેક્સ 2022માં “ટોપ પરફોર્મર”નું સ્થાન પણ હાંસલ કર્યું છે. તેમનું સંબોધનમાં તેમણે આગળ કહ્યું કે ભારતની કુલ નિકાસમાં ગુજરાત 33% નોંધપાત્ર ફાળો આપે છે, જેનું મૂલ્ય નાણાકીય વર્ષ 2022-23માં આશરે US$ 150 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. આ આંકડાઓ ગુજરાતના આર્થિક પરિદ્રશ્યમાં ગુજરાતની મહત્વની ભૂમિકાને રેખાંકિત કરે છે.

કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર છે. ભારતના સૌથી વધુ ઔદ્યોગિક અને શહેરીકૃત અર્થતંત્રોમાંના એક તરીકે જાણીતા, ગુજરાતે 2022માં જામનગરમાં વિશ્વના પ્રથમ અને એકમાત્ર ‘WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રાન્સલેશનલ મેડિસિન’ (GCTM) ના ઉદ્ઘાટન સાથે તેની વૈશ્વિક સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.

આ પણ વાંચો… Railway Crossing Closed: જખવાડા-વિરમગામ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 39 બંધ રહેશે

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, ધોલેરા SIR જેવા ભવિષ્યવાદી મેગા પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પૂરા વિશ્વાસ સાથે કહ્યું કે વોકલ ફોર લોકલ, પીઆઈએલ સ્કીમ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઈઝ ઓફ લિવિંગ જેવી ઘણી મહત્વપૂર્ણ પહેલોના પરિણામે ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થા બની જશે અને ટૂંક સમયમાં ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામશે.

તેમણે VGGS 2024 દરમિયાન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી, રિન્યુએબલ એનર્જી અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા વિષયો પર આયોજિત થનાર મહત્વપૂર્ણ સેમિનાર અને કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ઇવેન્ટના તમામ ઉપસ્થિતોને આમંત્રિત કર્યા હતા.

તેમના સંબોધનના અંતે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આયોજિત થનારી VGGSની 10મી આવૃત્તિ, વડાપ્રધાન મોદીના ‘વિકસિત ભારત@2047’ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.”

ઓગિવ ટેક્નોલોજી એલએલપીના CMD માઇલી સક્સેના દ્વારા આભાર વિધિ સાથે રોડ શૉ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

આ પણ વાંચો… Ahmedabad Corona Breaking: અમદાવાદમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, 6 નવા મામલા નોંધાયા

Gujarati banner 01
देश की आवाज की खबरें फेसबुक पर पाने के लिए फेसबुक पेज को लाइक करें