Somnath pagh 2

જામનગરના જાડેજા પરિવાર દ્વારા સોમનાથ મહાદેવને પાઘ ચડાવાઇ

Somnath pagadi

શ્રાવણમાસના પ્રથમ સોમવારે સોમનાથ દાદાને ખાસ તૈયાર કરાયેલ પાઘ જામનગરથી તૈયાર કરી અર્પણ કરવામાં આવ્યો

Somnath pagh 2

રિપોર્ટ: જગત રાવલ, જામનગર
જામનગર અને સોમનાથ મહાદેવ મંદિરનો સબંધ ખૂબ જ જુનો છે સોમનાથ મંદિરના ર્જીણોધ્ધારમાં તે સમયના રાજવી જામસાહેબ દિગ્વિજસિંહ દ્વારા સરદાર પટેલ સાથે જહેમત ઉઠાવી ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું આજે પણ સોમનાથ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારને જામસાહેબની યાદમાં દિગ્વિજય દ્વારા નામ આપવામાં આવ્યું છે, જામનગર અને સોમનાથનો આ નાતો હજુ પણ યથાવત છે આજે શ્રાવણમાસના પ્રથમ સોમવારે પાઘ જામનગરથી ચઠાવવામાં આવ્યો હતો.

Somnath Pagh

જામનગરના વિક્રમસિંહ જાડેજા પૃથ્વી ટ્રાવેલ્સ પરિવાર દ્વારા આજે શ્રાવણમાસના પ્રથમ સોમવારે પાઘ (સાફો) ચડાવવામાં આવ્યો હતો છેલ્લા સાત વર્ષથી જામનગરનો પૃથ્વી ટ્રાવેલ્સ પરિવાર આ પરંપરા જાળવી રાખે છે

Somnath

રાજાશાહી સમયથી પાઘ બનાવવાનું કાર્ય કરતા જામનગરના પારંપારીક કારીગર ગોપાલભાઇ શાંતિભાઇ પીઠડીયા દ્વારા એક માસની મહેનતથી આ પાઘ તૈયાર કરવામાં આવે છે આજે ધાર્મિક હર્ષોઉલ્લાસ અને પરંપરાગત શાસ્ત્રોકનવિધિ સાથે જાડેજા પરિવારે સોમનાથ મહાદેવને પાઘ ચઢાવી શ્રાવણમાસના સોમવારની વિવિધપૂર્ણ કરાય હતી.

Somnath temple