Banner

Jan Adhikar Padyatra: કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લાઓમાં જન અધિકાર પદયાત્રા યોજાશે

  • દરેક જિલ્લાઓમાં લોક પ્રશ્નોને ઉજાગર કરવા માટે જન અધિકાર પદયાત્રા પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે કરશે

Jan Adhikar Padyatra: ખેડા જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ બાદ ઈપ્કોવાલા હોલથી જન અધિકાર પદયાત્રા કલેકટર કચેરી સુધી યોજાઈ હતી

અમદાવાદ, 29 ઓગસ્ટઃ Jan Adhikar Padyatra: ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગુજરાત ઉત્થાન માટેના સેવાના યજ્ઞનો સંવાદ કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા ખેડાના નાગરિકો સાથે ઈપ્કોવાલા હોલ નડિયાદ ખાતે થયો હતો.

દરેક જિલ્લાઓમાં લોક પ્રશ્નોને ઉજાગર કરવા માટે જન અધિકાર પદયાત્રા પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે કરશે. ખેડા જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ બાદ ઈપ્કોવાલા હોલથી જન અધિકાર પદયાત્રા કલેકટર કચેરી સુધી યોજાઈ હતી અને ખેડા જિલ્લાના લોક પ્રશ્નોનું આવેદનપત્ર કલેકટરને સુપરત કરવામાં આવ્યું હતું.

રાજયસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એકસપ્રેસ-વે, નડિયાદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. તથા કોંગ્રેસના યુવાન મિત્રો તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
ત્યાર એકસપ્રેસ-વેથી વિશાળ બાઈક રેલી સ્વરૂપે ઈપ્કોવાલા હોલ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ માટે પહોંચ્યા હતા.

ઈપ્કોવાલા હોલથી કલેકટર કચેરી સુધી વિશાળ જન અધિકાર પદયાત્રા સાથે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ માઈ મંદિર, સંતરામ મંદિર ખાતે દર્શન, સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી. પૂ. સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ દેસાઈવગો ખાતે મુલાકાત લીધી બાદ નડિયાદના અંબા આશ્રમ ખાતે દર્શન કરી. પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશાભાઈ પટેલના નિવાસસ્થાન તથા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટના નિવાસસ્થાન ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી.

જન અધિકાર યાત્રામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, ભીખાભાઈ રબારી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર ડૉ.મનીષ દોશી, પ્રદેશ પ્રવક્તા હિરેન બેન્કર સહિત મોટી સંખ્યામાં કાર્યકતા-આગેવાનો-હોદેદારોઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Kiwi Benefits: ડેન્ગ્યુના દર્દીઓ માટે કીવીનું સેવન છે ખૂબ જ લાભદાયી, જાણો તેના અન્ય ફાયદા…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો