BSNL cricket tournament 1

BSNL cricket tournament: 19મી ઓલ ઈન્ડિયા BSNL ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય ઉદઘાટન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું…

BSNL cricket tournament: ભારતના વિવિધ રાજ્યોની 21 ટીમો અને એમટીએનએલની 1 ટીમ, લગભગ 360 થી વધુ કર્મચારીઓ સ્પર્ધામાં ભાગ લીધો

અમદાવાદ, 20 ફેબ્રુઆરી: BSNL cricket tournament: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ આજે અમદાવાદમાં 19મી અખિલ ભારતીય BSNL ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સાબરમતીના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અરવિંદ વડનેરકર, ડાયરેક્ટર (HR) અને સંદીપ સાવરકર, CGM ગુજરાતની હાજરીમાં કર્યું. ઉદઘાટન સમારોહમાં, અરવિંદ વડનેરકરે ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. BSNL અધિકારીઓ અને પત્રકારો વચ્ચે ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતના વિવિધ રાજ્યોની 21 ટીમો અને એમટીએનએલની 1 ટીમ, લગભગ 360 થી વધુ કર્મચારીઓ સ્પર્ધામાં ભાગ લીધો છે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ 20મી ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી 2023 સુધીના 6 દિવસના સમયગાળામાં અમદાવાદ અને ગાંધીનગરના 5 અલગ-અલગ ક્રિકેટ મેદાનો પર 22 લીગ મેચો યોજાશે. નોક આઉટ મેચ 23-ફેબ્રુઆરી-2023થી શરૂ થશે અને.

25મી ફેબ્રુઆરી 2023 ના રોજ, શનિવારે બપોરે 12:00 કલાકે રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ, સાબરમતી અમદાવાદ ખાતે ફાઇનલ મેચ સાથે ટૂર્નામેન્ટ સમાપ્ત થશે, જ્યાં સમાપન સમારોહના ઉત્સાહ અને ધામધૂમ વચ્ચે વિજેતાને તે વર્ષ માટે ‘ઓલ ઈન્ડિયા બીએસએનએલ ક્રિકેટ ટુર્નામેન્ટ ચેમ્પિયન’ જાહેર કરવામાં આવશે.

આ પ્રસંગે અરવિંદ વડનેરકરે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં ગુજરાત ટેલિકોમ સર્કલ દ્વારા 19મી અખિલ ભારતીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ આનંદની વાત છે. હું ભારતભરના વિવિધ રાજ્યોમાંથી આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારાઓ તમામ ખેલાડી ને યાદ અપાવવા માંગુ છું કે, તમને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમિ અમદાવાદ, ગુજરાતમાં તમારી રમતની પ્રતિભા બતાવવા માટે એક સારું પ્લેટફોર્મ મળ્યું છે.

આપણે જાણીએ છીએ કે સ્પર્ધાઓમાં જીત અને હાર એક સિક્કાની બે બાજુ છે, પરંતુ આને સકારાત્મક રીતે લેવાથી તમામ સ્પર્ધકો નિષ્ઠાપૂર્વક તેમની ખેલદિલી પ્રદર્શિત કરશે. તે જ સમયે, અમે શ્રેષ્ઠ ખેલદિલીનું પ્રદર્શન કરીને અમારી પ્રતિભાને વધુ સારી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરીશું. હું ફરી એકવાર આપ સૌને હાર્દિક અભિનંદન આપું છું અને ઈચ્છું છું કે આપ સૌ આ પવિત્ર ભૂમિ પરથી સોનેરી યાદો લઈ જાઓ અને આ પ્રસંગ તમારા માટે અવિસ્મરણીય બની રહે.”

બીએસએનએલ ગુજરાત ટેલિકોમ સર્કલ દ્વારા આયોજિત ટુર્નામેન્ટ, 19મી અખિલ ભારતીય બીએસએનએલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 તરીકે રજૂ કરવામાં આવી છે, જે સામાન્ય રીતે ભારતના વિવિધ રાજ્યોની બીએસએનએલ ટીમો વચ્ચે યોજાય છે. રમતગમત, ટીમ વર્કને પ્રોત્સાહન આપવા અને બીએસએનએલના કર્મચારીઓ વચ્ચે મિત્રતા કેળવવાના ઉદ્દેશ્ય સાથે યોજાનારી સ્પર્ધા ખેલાડીઓને તેમની ક્રિકેટની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.

બીએસએનએલ માં સેવા આપતા સ્પોર્ટ્સમાં ભરતી થયેલાઓ ખેલાડીઓ છે જેઓ રણજી અને આઈપીએલનો ભાગ બનીને તેમનું યોગદાન આપે છે જેમાં કમલેશ મકવાણા, જોગીન્દર સિંઘ, સલિલ યાદવ અને બીજા ઘણા ખેલાડીઓ છે.

આ પણ વાંચો: Regulation of trains: વાપી-ઉદવાડા અને વેડછા-નવસારી સેક્શન પર બ્લોકને કારણે કેટલીક ટ્રેનોનું નિયમન કરવામાં આવશે, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો