Night Curfew

8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ(night curfew)ની મુદ્દત કાલે થશે પૂર્ણ- વાંચો વિગતે માહિતી

અમદાવાદ, 11 મેઃ ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ (night curfew)ચાલી રહ્યો છે. જેની મુદ્દત કાલે પૂર્ણ થઈ રહી છે. આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે કે કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાંક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી હાલમાં કરફ્યૂનો જે સમય છે તેને જ યથાવત જાળવી રખાશે. કરફ્યૂના સમયમાં કોઈ વધારો કરવામાં આવે એવી પણ શક્યતાઓ નથી. સૂત્રો જણાવે છે કે રાત્રિના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યૂ છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 36 શહેરોની વાત કરીએ તો ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 08થી સવારના 06 વાગ્યા સુધી કોરોના કરફ્યુ (night curfew) અને વધારાના નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…..

ધન્વંતરી હોસ્પિટલ(dhanvantari hospital) ખાતે સશસ્ત્ર દળની આ મેડિકલ ટીમ, કામગીરી બની વધુ ઝડપી- વાંચો વધુ વિગત