Petrol Diesel Price In Gujarat

Petrol diesel price in gujarat: ગુજરાતના ૧૭ શહેરોમાં ડીઝલ ૧૦૦ને પાર, સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ રહ્યો છે વધારો- વાંચો વિગત

Petrol diesel price in gujarat: સરકારી ઓઈલ કંપનીઓએ શનિવારે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારતા મુંબઈમાં ડીઝલ રૂ. ૧૦૦ને પાર થઈ ગયું છે.

અમદાવાદ, 10 ઓક્ટોબરઃPetrol diesel price in gujarat: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ વિક્રમી સપાટીએ હોવાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાની પરંપરા ચાલુ રહી છે. સરકારી ઓઈલ કંપનીઓએ શનિવારે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારતા મુંબઈમાં ડીઝલ રૂ. ૧૦૦ને પાર થઈ ગયું છે. આ સાથે મુંબઈ દેશનું પહેલું મેટ્રો બન્યું છે, જ્યાં ડીઝલે સદી વટાવી છે. ગુજરાતમાં ૧૭ શહેરોમાં ડીઝલ પ્રતિ લીટર રૂ. ૧૦૦ને પાર થઈ ગયું છે જ્યારે ચારેય મહાનગરોમાં પેટ્રોલે પણ સદી વટાવી દીધી છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો હજુ ચાલુ રહેવાની શંકા છે. 

સરકારી ઓઈલ કંપનીઓએ શનિવારે પેટ્રોલમાં પ્રતિ લીટર ૩૦ પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર ૩૫ પૈસાનો વધારો કર્યો હતો. ઈંધણના ભાવમાં સતત પાંચમા વધારાના પગલે પેટ્રોલ અને ડીઝલ નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. મુંબઈમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦.૨૯ થયો છે જ્યારે દિલ્હીમાં રૂ. ૯૨.૪૭ છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૩.૮૪ છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. ૧૦૯.૮૩ના ભાવે વેચાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Navratri Nav rang: જાણો, નવરાત્રીના નવ રંગોના મહત્વ વિશે

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦.૨૯ છે અને ડીઝલનો ભાવ રૂ. ૯૯.૬૩ છે. આજના ભાવવધારા સાથે વડોદરામાં પણ પેટ્રોલ રૂ. ૧૦૦ને પાર થઈ ગયું છે. વડોદરામાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર ૯૯.૧૫ થયો છે. સુરતમાં પણ પેટ્રોલ રૂ. ૧૦૦.૪૩ અને ડીઝલ પ્રતિ લીટર રૂ. ૯૯.૫૦ થયા છે. રાજકોટમાં પણ પેટ્રોલ રૂ. ૧૦૦.૨૮ અને ડીઝલ રૂ. ૯૯.૩૫ થયા છે. આ સાથે ગુજરાતના ચારેય મહાનગરોમાં પેટ્રોલ રૂ. ૧૦૦ને પાર થઈ ગયું છે. ગુજરાતમાં સૌપ્રથમ ભાવનગરમાં પેટ્રોલ અને ડીઝલ રૂ. ૧૦૦ને પાર ગયા હતા. ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના સૌથી ઊંચા ભાવ અહીં હોય છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધીમા ફેરફારની નીતિ પડતી મુકીને સરકારી માલિકીની ઓઈલ કંપનીઓએ બુધવારથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવવધારાનો બોજ ગ્રાહકો પર નાંખવાનું શરૂ કર્યું છે. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટર ૩૦ પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર ૩૫ પૈસાનો વધારો કરાયો છે, જે અત્યાર સુધીમાં સૌથી મોટો ભાવવધારો છે. આ સમયમાં પેટ્રોલ રૂ. ૧.૫૦ અને ડીઝલ રૂ. ૧.૭૫ મોંઘાં થયા છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૮૨ યુએસ ડોલરથી ઉપર ગયો છે. ઓપેક દેશોએ ક્રૂડનું દૈનિક ૦.૪ મિલિયન બેરલથી વધુ ઉત્પાદન નહીં કરવાનો નિર્ણય કરતાં ક્રૂડના ભાવ વિક્રમી સપાટીએ છે. એક મહિના અગાઉ બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ ડોલર ૭૨ યુએસ ડોલર હતો. દેશમાં ૨૮મી સપ્ટેમ્બરથી પેટ્રોલમાં રૂ.૩.૮૫ અને ડીઝલમાં ૨૪મી સપ્ટેમ્બરથી રૂ. ૨.૬૫નો ભાવવધારો થયો છે. અગાઉ જુલાઈ-ઑગસ્ટમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કાપ મૂકાયો તે પહેલાં ૪થી મેથી ૧૭મી જુલાઈ વચ્ચે પેટ્રોલમાં રૂ. ૧૧.૪૪ અને ડીઝલમાં રૂ. ૯.૧૪નો વધારો થયો હતો.

આ પણ વાંચોઃ Aryan khan drug case: આર્યન ખાન ચરસનું સેવન કરે છે, એનસીબીએ કરેલી પૂછતાછમાં કર્યો સ્વીકાર- વાંચો વિગત

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

  • ચાર મહાનગરોમાં ભાવ
  • શહેર પેટ્રોલ ડીઝલ
  1. અમદાવાદ ૧૦૦.૫૮ ૯૯.૬૩
  2. વડોદરા ૧૦૦.૧૧ ૯૯.૧૫
  3. સુરત ૧૦૦.૪૩ ૯૯.૫૦
  4. રાજકોટ ૧૦૦.૨૮ ૯૯.૩૫
  5. ભાવનગર ૧૦૨.૧૫ ૧૦૧.૫૭
  6. વેરાવળ ૧૦૨.૩૧ ૧૦૧.૪૦
  7. બોટાદ ૧૦૧.૯૮ ૧૦૧.૦૫
  8. આહવા ૧૦૧.૮૨ ૧૦૦.૯૧
  9. દાહોદ ૧૦૧.૭૯ ૧૦૦.૮૫
  10. સુરેન્દ્રનગર ૧૦૧.૬૮ ૧૦૦.૭૩
  11. મોડાસા ૧૦૧.૬૨ ૧૦૦.૬૮
  12. અમરેલી ૧૦૧.૪૩ ૧૦૦.૫૧
  13. હિંમતનગર ૧૦૧.૩૮ ૧૦૦.૪૪
  14. વલસાડ ૧૦૧.૩૫ ૧૦૦.૪૪
  15. જુનાગઢ ૧૦૧.૩૪ ૧૦૦.૪૨
  16. લુણાવાડા ૧૦૧.૩૫ ૧૦૦.૪૦
  17. વ્યારા ૧૦૧.૧૩ ૧૦૦.૨૧
  18. છોટાઉદેપુર ૧૦૧.૧૩ ૧૦૦.૧૮
  19. પોરબંદર ૧૦૧.૧૦ ૧૦૦.૧૬
  20. રાજપીપળા  ૧૦૧.૦૪ ૧૦૦.૦૮
Whatsapp Join Banner Guj