PM modi visit jamkandorna

PM modi visit jamkandorna: આજે PM મોદીના ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ, જામનગરથી જામકંડોરણા ગયા- કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

PM modi visit jamkandorna: ચૂંટણી પ્રચારને લઈને પણ ગુજરાતના વિવિધ સ્થળોએ વિશાળ જનમેદનીને સંબોધન કરી જાદુ પાથર્યો

જામનગર, 11 ઓક્ટોબર: PM modi visit jamkandorna: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ છે. તેમણે ચૂંટણી પ્રચારને લઈને પણ ગુજરાતના વિવિધ સ્થળોએ વિશાળ જનમેદનીને સંબોધન કરી જાદુ પાથર્યો હતો. ત્યારે હવે આજે અંતિમ દિવસે જામનગરથી જામકંડોરણા ગયા છે. જ્યાં તોઓ વિશાળ જળમેદનીને સંબોધિત કરી હતી. જે બાદ તેઓ અમદાવાદ જવા રવાના થશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે, ‘મારા ગુજરાત અને ભારત સરકારમાં કામની શરૂઆત રાજકોટની ધરતીથી થઇ હતી. રાજકોટે મને આશીર્વાદ આપી મોકલ્યો હતો. આ જલારામ બાપા અને મા શક્તિસ્વરૂપા આઇ ખોડિયાર માતાના આશીર્વાદની ભૂમિ છે.’

તેમણે વધુમાં જણાવ્યુ કે, ‘ગુજરાતના આયોજન ઉત્તરોઉતર નવી ઉંચાઇઓ સર કરતા જાય છે, નવો નવો વિસ્તાર કરતા જાય છે. તેની પાછળ માત્ર સરકાર નહીં માત્ર નરેન્દ્ર-ભૂપેન્દ્ર નહીં પરંતુ તમારા જેવા સાથીઓની દિવસ-રાતની મહેનતના કારણે આ શક્ય બન્યું છે.’

આ પણ વાંચોઃ Kangana will campaign for BJP: કંગના રનૌત હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચાર કરશે- વાંચો વિગત

પીએમ મોદીએ જણાવ્યુ કે, ‘સમુદ્ર કિનારે પહેલા માથે પડેલો લાગતો હતો પરંતુ હવે વેપાર કારોબાર માટે આકર્ષક બની રહ્યુ છે. આજે તો આપણે મોટરના સ્પેરપાર્ટ બનાવીએ છીએ. પરંતુ તૈયારીઓ કરો કે એવા દિવસો દૂર નથી કે, વિમાનના સ્પેર પાર્ટ બનાવવાના ઓર્ડર આવશે.’

વડાપ્રધાન કોંગ્રેસ અને આપ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, ‘ગુજરાતની જનતાને ચેતવવાની જરૂર છે, મને દૂર બેઠા બેઠા બરાબર દેખાય છે. જે લોકોને ગુજરાતે નકારી દીધા એ લોકો ગુજરાતના હિતની વિરુદ્ધમાં એડીચોટીનું જોર કરી રહ્યા છે. પરંતુ ગુજરાત આજે ચમકતું થઇ ગયુ છે. ચૂંટણી પહેલા મારા માટે એ લોકો મને અપશબ્દો બોલતા હતા. આ વખતે કોંગ્રેસ કોઇ સભાઓ નથી કરતી, કરે તો મોદી પર હુમલો નથી કરતી. તેણે નવી ચાલાકી શરૂ કરી છે. તે ગામડે ગામડે જઇને લોકોને મળી રહી છે. ખાટલા બેઠક કરીને આ વખતે તક આપવાની વિનંતી કરી છે. પરંતુ ગાળો ભાંડવાનો આપવાનો કોન્ટ્રાક્ટ આઉટ સોર્સ કર્યો છે. કોંગ્રેસની ચાલકીને સમજજો.’

જામકંડારણામાં પીએમ મોદીના આગમન પહેલા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફરીદા મીરે રંગ જમાવ્યો છે. મહત્ત્વનું છે કે, રાજકોટ જિલ્લાનું જામકંડોરણા ગામ કે જેતપુર વિધાનસભા વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં આઝાદી બાદ પ્રથમ વખત કોઇ વડાપ્રધાન સભા સંબોધન કર્યુ છે. આજે જામકંડોરણા ખાતે PM નરેન્દ્ર મોદી જેતપુર, ધોરાજી, ગોંડલ, જસદણ અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના દોઢ લાખ લોકોને સંબોધન કર્યુ છે.

આ પણ વાંચોઃ Automatic ticket vending machine: અમદાવાદ ડિવિઝન પર સ્વચાલિત ટિકિટ વેન્ડીંગ મશીન (એટીવીએમ) અનરિઝર્વ્ડ

Gujarati banner 01