1620480253 419

Rain: ગુજરાતના આ વિસ્તારોમાં હજુ ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી

Rain: રાજ્યમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસુ બેસશે. પરંતુ આ પહેલા પ્રિ-મોનસૂન એક્ટિવિટી બનતા વરસાદ થઈ રહ્યો

અમદાવાદ, 07 જૂનઃ Rain: હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં વરસાદ થયો અને હજુ પણ વરસાદ(Rain) થશે. અનેક પંથકોમાં ગાજવીજ અને ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ થયો. રાજ્યમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસુ બેસશે. પરંતુ આ પહેલા પ્રિ-મોનસૂન એક્ટિવિટી બનતા વરસાદ(Rain) થઈ રહ્યો છે. જો કે તેને કારણે બાજરી, મગફળી સહિતના તૈયાર પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતી છે.

Rain

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના લોધિકા વિસ્તારના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો. મોડી સાંજ બાદ હવામાન પલટાતા ધોધમાર વરસાદ થયો. લોધિકા તાલુકાના અને રાજકોટ તાલુકાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ(Rain) પડ્યો. જિલ્લામાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

Rain

આ પણ વાંચો….

કોરોનાકાળમાં સતત બીજા વર્ષે ઓનલાઈન શિક્ષણ(online education), આજથી વિદ્યાર્થી વગર સ્કૂલો- કોલેજો થશે શરૂ