Rain pic 1

Rain update: દેશના આ રાજ્યોમાં ચોમાસુ શરુ, ગુજરાતમાં વધુ વરસાદ પડવાની શક્યતા

Rain update: મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળના દરિયાકિનારા પાસેના વિસ્તારોમાં આવનારા દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે

ગાંધીનગર, 12 જૂનઃ Rain update: મુંબઈમાં ચોમાસું અધિકૃત રીતે પ્રવેશી ચૂક્યું છે અને મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ રહ્યું છે. ત્યારે ગણતરીના દિવસોમાં જ રાજ્યમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. ગુજરાતમાં ચોમાસા પહેલાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના વિસ્તારોમાં વરસાદ શરૂ.

હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે ચોમાસું મહારાષ્ટ્ર, ગોવા, આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોના વિસ્તારોમાં આગળ વધશે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળના દરિયાકિનારા પાસેના વિસ્તારોમાં આવનારા દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતના ખેડૂતો માટે હવે સારા સમાચાર છે કે ચોમાસું હવે ફરી મજબૂત બની રહ્યું છે અને તે હવે આગળ વધશે. 

આ પણ વાંચોઃ Announcing the new structure of the AAP organization: ગુજરાતમાં આપના સંગઠનનું નવું માળખું જાહેર થયુ, ઈસુદાન-ઈન્દ્રનીલની મહત્વના હોદ્દા પર નિયુક્તિ

હવામાન વિભાગનું કહેવું છે કે અરબ સાગરનું ચોમાસું હવે ગુજરાત તરફ આગળ વધશે. જોકે, ચોમાસું પહોંચે તે પહેલાં જ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. તો આપણે જોઈશું કે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો, ચોમાસું ક્યારથી આગળ વધશે અને ગુજરાત સુધી ચોમાસું ક્યારે પહોંચશે? 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન વલસાડ જિલ્લામાં મધ્ય રાત્રીએ વરસાદનું આગમન થયુ છે. વલસાડ શહેર તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના છીપવાડ તેમજ મોગરાવાડી અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો. 

પ્રાપ્ત અહેવાલો અનુસાર, વરસાદને કારણે સમગ્ર વલસાડ શહેરમાં વીજળી પણ ખોરવાઈ હતી. જેને લઈને શહેરમાં વીજ કંપની દ્વારા નબળી પ્રિમોન્સૂન કામગીરી છતી થઈ હતી. વરસાદને લીધે લોકોને ગરમીથી રાહત મળી હતી.

આ પણ વાંચોઃ UN adopts resolution on multilingualism: UN દ્વારા પહેલીવાર હિન્દીનો ઉલ્લેખ કરીને બહુભાષીવાદ પર ઠરાવ અપનાવ્યો

Gujarati banner 01