Raj Shekhawat Resigned From BJP

Raj Shekhawat Resigned From BJP: પરસોતમ રૂપાલાએ માફી માંગ્યા બાદ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યુ- વાંચો વિગત

Raj Shekhawat Resigned From BJP: કરણી સેનાએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી

whatsapp banner

અમદાવાદ, 30 માર્ચઃ Raj Shekhawat Resigned From BJP: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ત્યારે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે તેમણે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી. આ ઉપરાંત રાજ શેખાવતે ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Gujarat man shot dead in Zambia: ભરૂચના જંબુસરના યુવાનની દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી- વાંચો વિગત

કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. તેમણે શુક્રવારે ગોંડલના શેમળા ગામે ક્ષત્રિય સમાજના સંમેલનમાં કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો અને વિવિધ હોદ્દેદારો તેમજ સંગઠનોના આગોવાનો હાજર હતા ત્યાં જાહેર મંચ પરથી હાથ જોડી માફી માગીને ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંમેલન પુરુ થઈ ગયા બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સર્વસંમતિથી સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સીધા જ ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર એવા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈ લાલબાપુને મળીને આશિર્વાદ મેળવ્યા હતા. જો કે તેમ છતાં પણ ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનને લઈને રોષ યથાવત છે.

આ પણ વાંચોઃ Opposition of BJP Candidate: સાબરકાંઠા અને વડોદરામાં ભજપે નવા ઉમેદવાર જાહેર કરવા ફરજ પડી, થઇ રહ્યો છે કાર્યકરોનો વિરોધ- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો