Gujarat man shot dead in Zambia: ભરૂચના જંબુસરના યુવાનની દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી- વાંચો વિગત
Gujarat man shot dead in Zambia: લૂંટારાઓએ ગાડી ઉપર પણ છ થી સાત ગોળીઓ મારી દેતા સાહિલ ઈજાગ્રસ્ત થયો હતો જેનું સારવાર પૂર્વે કરુણ મોત થયું

ભરૂચ, 30 માર્ચ : Gujarat man shot dead in Zambia: દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ મૂળ ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાનની મારી હત્યા કરી નાખી છે. જંબુસર તાલુકાનાં સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા.
સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના ઘરે કારમાં જઈ રહ્યા હતા ત્યારે નીગ્રો લૂંટારૃઓએ લૂંટ કરવા તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.સાહિલ પ્રતિકાર કરતા તેને ગોળી ધરબી દેવાઈ હતી. લૂંટારાઓએ ગાડી ઉપર પણ છ થી સાત ગોળીઓ મારી દેતા સાહિલ ઈજાગ્રસ્ત થયો હતો જેનું સારવાર પૂર્વે કરુણ મોત થયું હતું.
બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે પહોંચતા પરિવારમાં શોક ની લાગણી ફેલાઈ હતી.મૃતક સાહિલભાઈ મુનશીના પરિવારમાં પત્ની સાથે સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો