Review meeting of Technical Education Dept: ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ
Review meeting of Technical Education Dept: ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે વિભાગની કામગીરી અને ભાવી આયોજનની વિગતવાર સમીક્ષા હાથ ધરી
ગાંધીનગર, 01 જૂનઃ Review meeting of Technical Education Dept: મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં વિભાગની કામગીરી, ભાવી આયોજન, બજેટ સંબંધિત જોગવાઇઓની અમલવારી, શિક્ષણ પ્રણાલી સંબંધિત પ્રશ્ને વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.
ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગ અંતર્ગત કાર્યરત વિદ્યાર્થીઓલક્ષી વિવિધ સ્કીમ, કાર્યક્રમો સંબંધિત માહિતી મેળવીને SSIP 2.0, ન્યુ એજ ટેકનોલોજી, રાજ્યની વિવિધ યુનિવર્સિટી અને કોલેજ સંબંધિત મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં યુનિવર્સિટી અને કોલેજના બાંધકામ, માળખાકીય સવલતો, વહીવટી માળખા સંબંધિત પણ રીવ્યુ કરાયુ હતુ.
વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ નેશનલ એજ્યુકેશ પોલીસી NEP-2020 સંબંધિત વિવિધ પરિબળો અને જોગવાઇઓની અમલવારી, કાર્યક્રમોની અસરકારક અમલવારી સંદર્ભે પણ આ બેઠકમાં ગહન ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના સચિવ મુકેશકુમાર, કમીશ્નર, વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો… Gaurav Award Ceremony in Ahmedabad: ગૌરવ પુરસ્કાર એનાયત કરવાનો સમારોહ 8 જૂનના રોજ અમદાવાદ ખાતે યોજાશે