run 4 unity

Run for unity: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રસંગે ગબ્બરગઢ ની તળેટી માં 51 શકિતપીઠ પરિક્રમા ના માર્ગ પર રન ફોર યુનિટી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૩૧ ઓક્ટોબર:
Run for unity: દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થવાના અવસરે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તા.31 ઓકટોબરે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રસંગે શક્તિપીઠ અંબાજી ખાતે ગબ્બરગઢ ની તળેટી માં 51 શકિતપીઠ પરિક્રમા ના માર્ગ પર રન ફોર યુનિટી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ, કોમર્સ અને બી.સી.એ કોલેજના 75 વિધાર્થીઓ એકતા દોડમા જોડાયા હતા. આ રન ફોર યુનિટી ને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહિવટદાર એસ. જે. ચાવાડા માતાજીની ધજા વડે એકતા દોડનો પ્રારંભ કરાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, (Run for unity) ભારત ને આઝાદી મળી ત્યારે આખું દેશ વિવિધ રજવાડાઓમા વહેચાયેલો હતો તેને એક ભારત કરવાનો કામ આપણાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલએ કર્યું હતું તેવીજ રીતે દેશ અને વિદેશમાં આવેલા માતાજીના 51 શકિતપીઠોના નિર્માણનો કામ તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીના ગબ્બર તલેટી માં કરાવ્યું જ્યા ત્રણ કિલોમીટર લાંબા પથ ઉપર 1857 પગથીયા નો રન વે જે અઢી થી ત્રણ કલાક માં પરીક્રમા પુર્ણ કરવામાંઆવે છે

Run for unity, ambaji gabbargadh

જ્યા આજે રન ફોર યુનિટી ના (Run for unity) કાર્યક્રમ દરમ્યાન દોડવીરો એ માત્ર દસ જ મીનીટમાં રસ્તો પાર કર્યો હતો એટલુજ નહી આ રન ફોર યુનિટીમાં ભાગ લેનાર યુવક યુવતી ઓમાં એક થી ત્રણ મંબગ આપવામાં આવ્યા હતા ને તેમને અનુક્રમે 21000, 11000, 5100 રૂપિયાનો પ્રાત્સાહિત ઈનામ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ના ચેરમેન અને જીલ્લા કલેકટરદ્વારા આપવામાં આવ્યું હતું. જોકે આગામી સમય માં જુનાગઢ ની લીલી પરીક્રમા ની જેમ ગબ્બરગઢ ખાતે પણ પરીક્રમા નુ આયોજન કરવા જીલ્લા કલેકટર જણાવ્યુ હતુ

આ પણ વાંચો…Rashtriya ekta diwas: સરકારે સરદાર પટેલ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી- વાંચો વિગત

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચવાડાએ જણાવ્યું કે, આજે સરદાર સાહેબની જન્મ જયંતી નિમિત્તે પ્રથમવાર 51 શકિત પીઠ પરિક્રમા માર્ગ પર એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, પૂજ્ય સરદાર સાહેબે દેશના જુદા જુદા રજવાડાઓને એક કરી એક ભારતનું નિર્માણ કર્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. આ પંસંગે વોલીબોલ મા રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળી ચુકેલા રમત વીરો જે ભુતાન રમવા જનાર છે તેમને પણ સન્માનવામા આવ્યા હતા.

Whatsapp Join Banner Guj