Shivratri pooja: ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા ચાર પ્રહરની પૂજાને 100 વર્ષ પૂરાં થયાં….

Shivratri pooja: તીલભાંડેશ્વર મહાદેવ મંદિરમાં સાંજના સાતથી સવારના છ વાગ્યા સુધી વેદોકત મંત્રોથી ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે

અમદાવાદ, 20 ફેબ્રુઆરી: Shivratri pooja: સિધ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા ચાર પ્રહરની પૂજાને મહાશિવરાત્રિએ 100 વર્ષ પુરા થયા છે. અમદાવાદના તીલભાંડેશ્વર મહાદેવ મંદિરમાં સાંજના સાતથી સવારના છ વાગ્યા સુધી વેદોકત મંત્રોથી ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે.

૧૯૨૩માં સિધ્ધપુરથી અમદાવાદ આવી સિધ્ધપુર ઔદિચ્ય બ્રાહ્મણ ચિમનભાઈ ત્રિવેદી, જનાર્દન પંડયા, મણિલાલ વ્યાસ, કાન્તિભાઈ વ્યાસ, જયંતિભાઈ પાધ્ધાયા, ઈશ્વરલાલ દવે, ગોવિંદભાઈ સહિત ભેગા મળીને ચાર પ્રહરની પૂજા શરૂ કરી હતી. અમદાવાદના રાયપુરમાં ન્યુ ક્લોથ માર્કેટ પાછળ આવેલા તીલભાંડેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિએ મહાપૂજાની શરૂઆત કરી હતી.

સિધ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા 1923થી શરૂ થયેલી ચાર પ્રહરની પૂજાને શિવરાત્રીના દિવસે 100 વર્ષ પુરા થયા છે. આજે ત્રીજી પેઢીએ પણ આ પૂજાની પરંપરા જાળવી રાખી છે.

ચાર પ્રહરની પૂજા એટલે શું?

બ્રાહ્મણો દ્વારા સાંજના સાત વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે. એક પ્રહરની પૂજા અઢી કલાકની હોય છે. જેમાં પ્રથમ પ્રહરમાં શિવજીની આરધના, પૂજા બાદ ભાતનો પ્રસાદ ધરાવાય છે. તેવી જ રીતે બીજામાં વડા, ત્રીજામાં પૂરી અને ચોથા પ્રહરમાં લાડુનો પ્રસાદ અર્પણ કરાય છે.

આ પણ વાંચો: Dry fruits gulab jamun recipe: સ્વીટ ખાવાના શોખીન ગુજરાતીઓ માટે ડ્રાયફ્રૂટ્સ ગુલાબ જામુનની સરળ રેસિપી, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો