Vidhan sabha

Short Session of Legislative Assembly: આગામી તા.૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર મળશે, જીતુ વાઘાણી આપી જાણકારી

Short Session of Legislative Assembly: રાજ્યમાં અંદાજિત રૂ.૩૩૦૦ કરોડના કુલ ૨૦ હજાર જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

  • રાજ્યમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૪૧,૧૪,૭૯૯ મળેલી અરજીઓ પૈકી ૪૧,૧૪,૪૮૯ અરજીઓ એટલે કે ૯૯.૯૯ ટકા અરજીઓનો નિકાલ

ગાંધીનગર, 07 સપ્ટેમ્બરઃ Short Session of Legislative Assembly: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ખાતે ટૂંકું સત્ર મળશે. તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં આગામી સમયમાં અંદાજિત રૂ.૩૩૦૦ કરોડના કુલ ૨૦ હજાર જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે તેનો લાભ રાજ્યના નાગરિકોને મળશે.

આ પણ વાંચોઃ Pm shree school yojana: દેશભરમાં 14500 સ્કૂલોને અપગ્રેડ કરવાના નિર્ણયને કેબિનેટની મંજૂરી- વાંચો વિગત

મંત્રી વાઘાણીએ સેવસેતું કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે, રાજ્યના નાગરિકોને આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની વિવિધ સેવાઓ ઘર આંગણે મળી રહે તે આશયથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

રાજ્યમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમના સાત તબક્કાઓ અંતર્ગત ૪૧,૧૪,૭૯૯ મળેલી અરજીઓ પૈકી ૪૧,૧૪,૪૮૯ અરજીઓ એટલે કે ૯૯.૯૯ ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Side Effects of Onion: શું તમે વધુ માત્રામાં કાચી ડુંગળી ખાઓ છો? તો થઇ જાવ સાવધાન

Gujarati banner 01