hqdefault

ઓમશાંતિઃ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ(shree bharti maharaj)થયા બ્રહ્માલીન, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજલિ

અમદાવાદ, 11 એપ્રિલઃ અમદાવાદ સરખેજ ખાતે ભારતી આશ્રમ ખાતે મોડી રાત્રે ભારતીજી મહારાજ(shree bharti maharaj)નું નિધન થયું હતું. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે. બાદમાં જુનાગઢ ભવનાથ તળેટી ખાતે ભારતી આશ્રમમાં અંતિમ દર્શન અને અંતિમવિધિ માટે લઇ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ દ્વારા પણ ભારતી મહારાજને શ્રદ્ધાંજલિ આપી છે.

Whatsapp Join Banner Guj

ભારતીજી મહારાજ કોરોના ગ્રસ્ત હતા અને તેઓ તપન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને મોડી રાત્રે 2.24 વાગે ભારતી બાપુએ દેહ છોડ્યો હતો. 93 વર્ષના ભારતીજી મહારાજ(shree bharti maharaj)ના નિધનથી આશ્રમના સેવકગણમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શ્રી અવંતિકા ભારતીજી મહારાજ મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતીજી મહારાજના ગુરૂ હતા, જેમની નિશ્રામાં રહીને તેઓએ જ્ઞાન મેળવ્યું હતું. જૂનાગઢ ભારતી આશ્રમની જવાબદારી તેમના શિષ્ય હરિહરાનંદ ભારતીજી સંભાળે છે. 

ADVT Dental Titanium

ઉલ્લેખીનય છે કે, શ્રી મહંત હરિહરા નંદ બાપુ હવે ભારતી બાપુના નવા વારસદાર બનશે. તેઓ આશ્રમના નવા મહંત બનશે. ભારતી બાપુના ગુજરાતમાં 5 આશ્રમ આવેલા છે, જેમાં અમરેલી ભાટ વાક્ય, નર્મદા, સનાતન લબેનારાયણ ભારતીય, સરખેજ અને જૂનાગઢ આશ્રમ. જેમાંથી જુનાગઢના આશ્રમમાં બાપુને સમાધિ આપવામાં આવશે. હાલ બાપુના પાર્થિવ દેહને સરખેજ આશ્રમથી જુનાગઢ એમ્બ્યુલન્સમાં લઇ જવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. 

આ પણ વાંચો…..

આવો, જીવનમાં વાણીનું મહત્વ જાણીએ ટેરો કાર્ડ રિડર (tarot card reader)પુનિત લુલ્લા પાસેથી..જુઓ વીડિયો