Rahul Gandhi image

Surat trial court: રાહુલ ગાંધીએ મોદી અંગેના નિવેદન પર હાઈકોર્ટનો ચૂકાદો, ટ્રાયલ કોર્ટે અરજીની નવેસરથી સુનાવણી હાથ ધરવી પડશે- વાંચો વિગત

Surat trial court: કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીના રાજકીય ભાષણમાં તેમણે બધા ચોરની અટક મોદી કેમ હોય છે તેવું નિવેદન કર્યું હતું. જેને લઈને સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે સુરત કોર્ટમાં અરજી કરી હતી

નવી દિલ્હી, 18 ઓગષ્ટઃ Surat trial court: વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીના રાજકીય ભાષણમાં તેમણે બધા ચોરની અટક મોદી કેમ હોય છે તેવું નિવેદન કર્યું હતું. જેને લઈને સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે સુરત કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે સુરત કોર્ટે અરજી ગ્રાહ્ય ન રાખતા મામલો ગુજરાત હાઇકોર્ટ પાસે આવ્યો હતો. જેમાં આજે ચૂકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, સુરત ટ્રાયલ કોર્ટે અરજદારની અરજી મામલે નવેસરથી સુનાવણી હાથ ધરવી પડશે અને ગુણદોષ ઉપર ચૂકાદો આપવો.

આ પણ વાંચોઃ Putrada Ekadashi : આજે શ્રાવણ પુત્રદા એકાદશી વ્રત, વાંચો મહત્વ અને કથા

એડવોકેટ પંકજ ચાંપાનેરીએ જણાવ્યું હતું કે, સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ કરી તે અનુસંધાન કર્ણાટકના કોલાર ડિસ્ટ્રિક્ટમાં ઇલેક્શન ઓફિસરને સમન્સ કાઢવા બાબતની અરજી રદ્દ કરતાં હુકમની સામે હાઇકોર્ટમાં કરેલી સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન બાબતે આજ રોજ હાઈકોર્ટે ચૂકાદો જાહેર કરી. આ અરજીની સુનાવણી ફરીથી કરવા ટ્રાયલ કોર્ટને નિર્દેશ આપ્યો હતો. અને આ અરજી ગુણદોષ ઉપર નક્કી થયેલી હોય તેવું જણાતું નથી એ સંજોગોમાં સુપ્રીમ કોર્ટે અનવર પીવી અને અર્જુન પંડિત કેસોમાં જે માપદંડ ઠરાવેલા છે તે ઇલેક્ટ્રોનિક એવિડન્સને ગ્રાહ્ય ઇલેક્ટ્રોનિક રાખવા બાબતે તેને ધ્યાનમાં રાખી પક્ષકારોને ફરીથી નવેસર સાંભળી અને નિર્ણય કરવા બાબતે નીચેની અદાલતને રિમાન્ડ કરેલ છે.

આ પણ વાંચોઃ Anti Covid Drug 2DG: ત્રીજી લહેરની સંભાવના વચ્ચે ગુજરાતમાં કોરોનાના દર્દીઓ માટે પાવડર સ્વરુપે બનશે દવા

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના હાલમાં એક રાજનીતિક કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, તમામ ચોરોની અટક મોદી કેમ હોય છે. જેની સામે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના નિવેદન અંગે સુરતની કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને સુરતની કોર્ટે ગ્રાહ્ય રાખતા મામલો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો. જે મામલે આજે ચૂકાદો આપતાં કોર્ટે સુરત ટ્રાયલ કોર્ટને અરજદારની અરજી નવેસરથી સુનાવણી હાથ ધરવા માટે આદેશ કર્યો હતો.

Whatsapp Join Banner Guj