શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજી(swami adhyatmanandaji)નું કોરોનાનાથી થયું નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદ, 08 મે: અમદાવાદ સ્થિત શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્મનંદજી(swami adhyatmanandaji) મહારાજનું આજે સવારે અગિયારેક વાગ્યે નિધન થયું છે. 77 વર્ષની વયે કોરોનાના લીધે તેમનું નિધન થયું છે. આશ્રમના ટ્રસ્ટી અરુણભાઈ ઓઝાએ આપેલી માહિતી પ્રમાણે તેઓ 13મી એપ્રિલ, 2021થી એસજીવીપી હોસ્પિટલમાં દાખલ થયા હતા. એ પહેલાં એક દિવસ શેલ્બીમાં હતા. તેમને 77મું વર્ષ ચાલતું હતું. સ્વામીજીના નિધનથી 10 લાખ અનુયાયીઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ગોતા મુક્તિધામ ખાતે કોરોના પ્રોટોકોલ હેઠળ સ્વામીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્વામી અધ્યાત્મનંદજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગગુરૂ સ્વામી આધ્યાત્મનંદજી(swami adhyatmanandaji)ના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આધ્યાત્મિકતા જેવા ગહન વિષયની તેમની સરળ શૈલીમાં તેમણે આપેલી સમજૂતીને યાદ કરી હતી.પ્રધાનમંત્રીએ યાદ કરતા કહ્યું હતું કે યોગશિક્ષણ ઉપરાંત અમદાવાદના શિવાનંદ આશ્રમની અનેકવિધ રચનાત્મક પ્રવૃતિઓથી સ્વામીજીએ સમાજની સેવા કરી હતી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

રાહતના સમાચારઃ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોનાની સારવાર માટે એક દવાના ઈમરજન્સી યૂઝ માટે આપી મંજૂરી- વાંચો વધુ વિગત

ADVT Dental Titanium