992df4bcbf908bc3b9b8b4a7f3aeb455

નાતાલ- ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ એટલે ક્રિસમસ, જે સૌને આપે છે શાંતિનો સંદેશ

992df4bcbf908bc3b9b8b4a7f3aeb455

ધર્મ ડેસ્ક, 25 ડિસેમ્બરઃ ક્રિસમસ એટલે કે નાતાલ. આ તહેવાર ખ્રિસ્તિ ધર્મના લોકો ખૂબ જ ધૂમ ધામથી ઉજવે છે. 25 ડિસેમ્બરના રોજ આ તહેવાર વિશ્વમાં દરેક દેશમાં ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે દરેક ખ્રિસ્તિ ધર્મના લોકો ચર્ચમાં જઇને પ્રાર્થના કરે છે. નાતાલને ભગવાન ઇસુના જન્મદિન તરીકે જ ઉજવવામાં આવે છે.

પ્રાચીન માન્યતા અનુસાર, ઈસુના જન્મ પહેલાં જ ભવિષ્યવાણી થઇ ગઈ હતી કે ધરતી ઉપર એક ઈશ્વરના પુત્રનો જન્મ થશે, જે લોકોનો ઉદ્ધાર કરશે. ઈશુના જન્મના પહેલાં સમાચાર ગડરિયોને મળ્યાં હતાં. કહેવાય છે કે, તે સમયે એક તારાએ ઈશ્વરના જન્મનો સંકેત આપ્યો હતો. 30 વર્ષની ઉંમર સુધી તેમણે અનેક જગ્યાએ ફરીને લોકોને શિક્ષણ આપ્યું. ઈશુને તેમના મૃત્યુની પહેલાં જ જાણ થઇ ગઇ હતી. તેમણે પોતાના અનુયાયીઓને આ અંગે જણાવી દીધું હતું. એવું પણ માનવામાં આવે છે કે, તેમણે ક્રોસ ઉપર લટકાવીને મૃત્યુ આપનાર લોકો માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે પ્રભુ તેમને માફ કરજો તેઓ નાદાન છે.

whatsapp banner 1

નાતાલ શાંતિનો સંદેશ લાવે છે. પવિત્ર શાસ્ત્રોમાં ઈસુને શાંતિના રાજકુમાર કહેવામાં આવ્યાં છે. ઈસુ હંમેશાં અભિવાદન સ્વરૂપમાં જ કહેતાં હતાં કે, શાંતિ તમારી સાથે હોય, શાંતિ વિના કોઇનું અસ્તિત્વ શક્ય નથી. ઘૃણા, સંઘર્ષ, હિંસા અને યુદ્ધના ધર્મને ઈસુના ધર્મમાં કોઇ જગ્યા આપવામાં આવી નથી. લગભગ આ જ કારણ છે કે ક્રિસમસ કોઇ એક દેશ કે રાષ્ટ્રમાં નહીં, પરંતુ દુનિયાભરમાં ધૂમધામથી ઊજવવામાં આવે છે.

સંત નિકોલસે પોતાનું સંપૂર્ણ જીવન ઈસુને સમર્પિત કરી દીધું હતું. તેઓ ઈસુના જન્મદિવસના અવસરે રાતના અંધારામાં બાળકોને ગિફ્ટ આપતાં હતાં. આ જ સંત નિકોલસ બાળકો માટે સેન્ટા ક્લોઝ બની ગયા અને ત્યાંથી આ નામ આખા વિશ્વમાં લોકપ્રિય બની ગયું.

ક્રિસમસ દરમિયાન ભગવનની પ્રશંસામાં લોકો કેરોલ ગાય છે. આ દિવસે લોકો પોતાના ઘરને ક્રિસમસ ટ્રીથી સજાવે છે. ઘરના દરેક ખૂણામાં પ્રકાશ કરે છે. સવારે ચર્ચમાં થનારી પ્રાર્થના પછી લોકો એકબીજાના ઘરે મળવા જાય છે અને શુભકામનાઓ આપે છે.

loading…

આ પણ વાંચો…

આજે ગીતા જયંતીઃ 18 અધ્યાય અને 700 શ્લોકનો સાર માત્ર એક વાક્યમાં કે, `ફળની ઇચ્છા રાખ્યા વિના કર્મ કરો’