interesting facts about bhagavad gita edited e1647523815980

આજે ગીતા જયંતીઃ 18 અધ્યાય અને 700 શ્લોકનો સાર માત્ર એક વાક્યમાં- `ફળની ઇચ્છા રાખ્યા વિના કર્મ કરો’

interesting facts about bhagavad gita edited

ધર્મ ડેસ્ક,25 ડિસેમ્બરઃ 25ડિસેમ્બરને શુક્રવારના રોજ સર્વને મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી છે. આજના દિવસે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતા જ્ઞાન આપ્યું હતું. આથી અગિયારસને ગીતા જયંતી કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના મુખથી ગીતા જ્ઞાન પ્રગટ કર્યું. દરેક અવતારોની જયંતી ઊજવાય પણ એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઊજવાય છે.

ગીતા માત્ર એક ધર્મગ્રંથ જ નથી પરંતુ આ એક જીવન ગ્રંથ પણ છે. જે આપણને પુરુષાર્થની તરફ અગ્રેસર થવાની પ્રેરણા આપે છે. કદાચ તે કારણથી હજારો વર્ષો બાદ આજે પણ આ આપણી વચ્ચે પ્રાસંગિક છે.માન્યતા છે કે દ્વાપર યુગમાં ત્રિયોગના પ્રવર્તક શ્રીકૃષ્ણએ માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષ એકાદશીના દિવસે કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતા જ્ઞાન આપેલ, જે મોક્ષદાયક છે. આ કારણથી આ એકાદશીનું એક પ્રચલિત નામ મોક્ષદા એકાદશી છે. આ દિવસ ‘ગીતા જયંતી’ના રુપમાં પણ પ્રચલિત છે. ધર્મજ્ઞોના કથન અનુસાર ધાર્મિક તથા આધ્યાત્મિક સિધ્ધાંતોનું પ્રતિપાદન જ ગીતાનો મૂળ ઉદેશ છે.

whatsapp banner 1

ગીતામાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોક છે. અનુષ્ટુપ છંદમાં ગીતાના શ્લોકોની રચના થયેલી છે. મહર્ષિ વેદવ્યાસે ગીતા નામ આપ્યું છે. જ્ઞાન, કર્મ, શ્રદ્ધા, સંયમ, નવપ્રકારની ભક્તિ, કાળકર્મ, જીવન માયા ઇશ્વર પ્રકૃતિ, જીવનને બંધન અને મોક્ષ કેવીરીતે થાય છે. તેના પર પ્રતિપાદન કરાયું છે. આશરે 5 હજાર વર્ષ પહેલાં ગીતાનું સર્જન થયેલું છે. દુનિયાભરમાં વસતા હિંદુ ધર્મ પાળતા લોકોના ઘરમાં ગ્રંથ રહેલો છે. 100થી વધુ ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું છે. પ્રજ્ઞાચક્ષુ કૃણાલ શાસ્ત્રીના જણાવ્યાનુસાર,ગીતાજીમાં કોઇ એવો વિષય બાકી નથી દરેક વિષયો જ્ઞાન ભક્તિ અને કર્મ સાધકને જરૂરૂ તમામ વિષયો પર ચર્ચા કરી છે. સાંપ્રત સમયમાં માણસ જ્યારે નિષ્ક્રિય બની જાય તે તો તેને આધાર મળી જાય છે.

ગીતાનો સાર માત્ર એક વાક્યમાં છે કે ફળની ઇચ્છા રાખ્યા વિના કર્મ કરવું જોઇએ. સમાજમાં અંધશ્રદ્ધાઓ ને મુક્ત બનીને સાચી શ્રદ્ધાને ધારણ કરે છે. માણસને કશું નહિ તેણે કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે. નિરાશા હિંમત બની જાય છે. મહાત્મા ગાંધીજી પણ એવું કહેતા હતાં કે, હું શ્રીમદ્ ભગવત ગીતાજીનો અધ્યયન કરતો તો હિંમત મળતી હતી. સ્વામી વિવેકાનંદ યાત્રા કરવા નીકળ્યાં ત્યારે ગીતા સાથે રાખી. માણસને અભયત્વ પ્રાપ્ત કરવાની છે તેના જીવનમાંથી ભય દૂર થાય છે.

loading…

આ પણ વાંચો…

મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, જાણો તમારા પર કેવો પ્રભાવ પડશે