Today Ganesh visarjan: આજે ગણેશ વિસર્જન, રાજ્યનાં કેટલાંક શહેરોમાં અર્ધ લશ્કરી દળો સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Today Ganesh visarjan: વડોદરા શહેર પોલીસ કમિશનરે આવતીકાલે ગણેશ વિસર્જન નિમિત્તે રેપિડએક્શન ફોર્સની એક કંપની તેમજ એસઆરપીની ૯ કંપની તૈનાત રાખી

અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃToday Ganesh visarjan: આજે ગણેશ વિસર્જન નિમિત્તે વડોદરામાં અર્ધ લશ્કરી દળો સહિત ૭ હજાર જેટલા જવાનો બંદોબસ્ત માટે તૈનાત રાખવામાં આવ્યા છે.ગણેશ ભક્તોને ફક્ત ચાર કૃત્રિમ તળાવોમાં જ શ્રીજી વિસર્જન કરવા તાકિદ કરવામાં આવી છે

ગણેશ ચતુર્થી(Today Ganesh visarjan)ના દિવસે શહેરમાં દુંદાળા દેવનું વાજતેગાજતે સ્થાપન કરવામાં આવ્યું હતું.દસ દિવસનું આતિથ્ય માણી આજે  તા.૧૯મીએ અનંત ચતુર્દશીએ ગણેશજી વિદાય લેનાર હોવાથી વિસર્જન માટે ચાર કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે

વડોદરા શહેર પોલીસ કમિશનરે આવતીકાલે ગણેશ વિસર્જન નિમિત્તે રેપિડએક્શન ફોર્સની એક કંપની તેમજ એસઆરપીની ૯ કંપની તૈનાત રાખી છે.આ ઉપરાંત તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસના ૨૮૦૦ જવાનો અને હોમગાર્ડના ૩૬૦૦ જવાનો પણ બંદોબસ્તમાં જોડાશે.

આ પણ વાંચોઃ Pitru Tarpan:પિતૃ તર્પણ ક્યારે અને કેવી રીતે કરવું? તથા પિતૃ તર્પણ ના મહત્વ વિશે જાણો આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી- વાંચો વિગત

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા પણ ૨૭૭ જવાનોને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે.ચાર કૃત્રિમ તળાવો ઉપરાંત કપૂરાઇ, સયાજીપુરા અને હરણી મોટનાથ તળાવ ખાતે પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.જો કે આ તળાવોમાં વિસર્જન થતું નથી.પરંતુ રવિવારે કેટલીક  પ્રતિમાનું વિસર્જન થયું હોવાથી ત્યાં પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

કૃત્રિમ તળાવો સિવાયના તળાવોમાં ગણેશ વિસર્જન ના થાય તે માટે પોલીસ ખાસ નજર રાખશે. પ્રાપ્ત વિગતો મુજબ,પોલીસ દ્વારા ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે.પોલીસ કુદરતી તળાવો પર પણ વિસર્જનના થાય તેનું ધ્યાન રાખશે. આ ઉપરાંત ફાયર બ્રિગેડ દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં જુદા જુદા સ્થળે ચાર ઇમરજન્સી વાન સાથેનો  બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ અમદાવાદમાં પણ ગણેશ વિસર્જન દરમ્યાન 13 જેટલા ડીસીપી, 20 એસીપી, 70 પીઆઈ, 265 પીએસઆઇ, 5 હજાર 700 જેટલા કોન્સ્ટેબલરી સ્ટાફ, એસઆરપીની 3 કંપની, RAFની 2 કંપની પેટ્રોલિંગમાં તૈનાત રહેશે. જેમાંની એક કંપની શહેરના પૂર્વ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે અને બીજી કંપની શહેરના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત 3700 હોમગાર્ડ તૈનાત રહેશે

જાણો કેવું રહેશે પોલીસ બંદોબસ્ત?

૧૩ ડીસીપી
૨૦ એસીપી
૭૦ પીઆઈ
૨૬૫ પીએસઆઈ
૫,૭૦૦ કોન્સ્ટેબલ
૩,૭૦૦ હોમગાર્ડ
૦૩ એસઆરપીની કંપની
૦૨ આરએએફની કંપની

Whatsapp Join Banner Guj