Tree Counting By AMC

Tree Counting By AMC: AMC દ્વારા GPS પધ્ધતિથી વૃક્ષની ઉંમર,વૃક્ષમાં જોવા મળતા રોગ સહિતની માહિતી મેળવવામાં આવશે

Tree Counting By AMC: આ પધ્ધતિ હેઠળ હાથ ધરવામાં આવનારી ગણતરીમાં વૃક્ષની ઉંમર તેમાં જોવા મળતા રોગ સહિતની માહિતી મેળવવામા આવશે

whatsapp banner

અમદાવાદ, 19 માર્ચઃ Tree Counting By AMC: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત શહેરના તમામ 48 વોર્ડ વિસ્તાર સહિત એસ.જી.હાઈવે તથા સરદાર પટેલ રીંગ રોડ આસપાસના વિસ્તારોમાં ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ પધ્ધતિથી વૃક્ષોની ગણતરી કરવામાં આવશે.આ પધ્ધતિ હેઠળ હાથ ધરવામાં આવનારી ગણતરીમાં વૃક્ષની ઉંમર તેમાં જોવા મળતા રોગ સહિતની માહિતી મેળવવામા આવશે.

આ પણ વાંચોઃ Stock Market Tips: માર્કેટ બંધ થયા બાદ પણ તમે ટ્રાન્ફર કરી શકો છો શેર? જાણો શું છે પદ્ધતિ

વર્ષ-2011માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા વૃક્ષોની મેન્યુઅલી ગણતરી કરવામાં આવી હતી.એ સમયે અમદાવાદમાં કુલ 6.18 લાખ વૃક્ષો હતા.વર્ષ-2011માં અમદાવાદનો ગ્રીન કવર એરીયા 4.66 ટકા હોવાનુ જાહેર કરવામાં આવ્યુ હતુ.તેર વર્ષ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં હયાત વૃક્ષોની ગણતરી ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ અને ગ્લોબલ ઈન્ફર્મેશન પધ્ધતિથી કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલની પરિસ્થિતિમાં શહેરમાં દસથી બાર ટકા ગ્રીન કવર એરીયા હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.મ્યુનિ.ના ગાર્ડન વિભાગ તરફથી શહેરમાં આવેલા વૃક્ષોની ગણતરી કરવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે.૧૫ એપ્રિલે પ્રિબીડ મિટીંગ થશે.

આ પણ વાંચોઃ Online Admission Portal: ધો.12 પછી કોલેજમાં પ્રવેશ માટે બદલાઈ ગયો નિયમ, આ તારીખથી શરુ થશે એડમિશન- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો