Online Admission Portal

Online Admission Portal: ધો.12 પછી કોલેજમાં પ્રવેશ માટે બદલાઈ ગયો નિયમ, આ તારીખથી શરુ થશે એડમિશન- વાંચો વિગત

Online Admission Portal: તમામ પ્રવાહોમાં ધો.12ની પરીક્ષા પૂરી થયા બાદ ત્રણ સપ્તાહમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાનું રહેશે

whatsapp banner

ગાંધીનગર, 19 માર્ચઃ Online Admission Portal: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે આશયથી સતત નિયમોમાં સુધારા કરવામાં આવતા હોય છે. જે અંતર્ગત ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર હવે ધોરણ 12 પછી કોલેજોમાં પ્રવેશ માટે કોમન કાર્યવાહી રાખવામાં આવી છે. પહેલીવાર કોમન રજિસ્ટ્રેશન પ્રોસેસ રાખવામાં આવી છે. આ પ્રક્રિયાથી અલગ અલગ કોલેજોમાં એડમિશન માટે ધક્કા ખાતા લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા બોર્ડને પણ સ્પષ્ટ સુચનાઓ આપી દીધી છેકે, તમામ પ્રવાહોમાં ધો.12ની પરીક્ષા પૂરી થયા બાદ ત્રણ સપ્તાહમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાનું રહેશે. એટલું જ નહીં ધો.12ની પરીક્ષા બાદ આગામી દિવસોમાં કોલેજમાં પ્રવેશ અંગેની કાર્યવાહી માટે કોમન એડમિશન પોર્ટલ પર રજિસ્ટ્રેશનની જાહેરાત કરવામાં આવી હતી.

હવે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા કેવી રીતે કરવાની રહેશે તેની વિગતો પણ જાહેર કરી દીધી છે. જેમાં ધો.12ની પરીક્ષા પૂરી થયા બાદ 1લી એપ્રિલથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ Vote Without Voter ID Card: તમે ચૂંટણી કાર્ડ વિના પણ આપી શકો છો તમારો મત,પણ આ ડોક્યુમેન્ટ જોઇશે- વાંચો વિગત

કઈ પ્રક્રિયા ક્યારે થશે?
1લી એપ્રિલથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરાશે. વિદ્યાર્થીઓ ઓનલાઇન ફી પરિણામના બે સપ્તાહમાં ભરી શકશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પરિણામના ત્રણ સપ્તાહમાં કરાવાનું રહેશે. જેના આધારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પરિણામ બાદ ત્રણ સપ્તાહમાં જાહેર કરવું પડશે. આ લિસ્ટમાં મુશ્કેલી હોય તો સુધારા માટે વિદ્યાર્થીઓને બે દિવસ આપવાના રહેશે. ત્યારબાદ બે દિવસ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે.

રાજ્યમાં પહેલી વખત ધો.12 પછીની તમામ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કોમન રજિસ્ટ્રેશન કરાવવાનું નક્કી કરાયું છે. એટલે કે રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓએ કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે 1લી એપ્રિલથી લઇને ધો.12નું પરિણામ જાહેર થયાના બે અઠવાડિયા સુધીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ધો.12 પૂરક પરીક્ષાનું પરિણામ આવ્યા પછી પાંચ દિવસ માટે ફરીવાર પોર્ટલ શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત પૂરક પરીક્ષામાં પાસ થયેલા અથવા તો અગાઉ રજિસ્ટ્રેશની પ્રક્રિયા બાકી હોય તેવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. જે તે યુનિવર્સિટીઓએ પાંચ દિવસમાં આ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કામગીરી કરવાની રહેશે. વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન બાદ દરેક યુનિવર્સિટીઓના લોગ ઇન આઇડી આપવામાં આવશે. યુનિવર્સિટીઓએ પોતાની વિવિધ ડિગ્રી અભ્યાસક્રમોની પ્રક્રિયા સ્વાયત્તાથી કરવાની રહેશે. જેમાં મેરિટ લિસ્ટ તૈયાર કરીને પૂરક પરીક્ષા સિવાયના વિદ્યાર્થીઓની કાર્યવાહી ત્રણ રાઉન્ડમાં પૂરી કરવાની રહેશે. આમ, શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યા પછી દરેક યુનિવર્સિટીઓને ડેટા સુપરત કરાશે તેના મેરિટના આધારે જુદી જુદી કોલેજમાં પ્રવેશ માટેની પ્રક્રિયા કરવાની રહેશે. 

આ પણ વાંચોઃ Chandra Grahan on Holi 2024: 100 વર્ષ બાદ હોળીના રોજ ચંદ્રગ્રહણ સાથે બની રહ્યો છે આ સંયોગ,વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો